સલમાન ખાને માતા બનનાર બહેન અર્પિતાને લકઝુરિયસ કાર ભેટ આપી

મુંબઇ: સલમાન ખાનની બહેન અર્પિતા પોતાના નવજાત શિશુ આહિલ સાથે ઘરે પહોંચી ગઇ છે અને સુપરસ્ટાર ભાઇ સલમાનખાને તેને ગિફટ તરીકે એક નવી લકઝુરિયસ કાર ભેટમાં આપી છે. અર્પિતા અને તેના નવજાત પુત્ર આહિલને મંગળવારે ખાર સ્થિત હિંદુજા હેલ્થકેર હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી અને ત્યાંથી તે સીધી ઘરે પહોંચી ગઇ હતી.

અર્પિતાએ ૩૦ માર્ચના રોજ પુત્રને જન્મ આપ્યો હતો. અર્પિતા અને આયુષ શર્માનું આ પ્રથમ સંતાન છે. બંનેના ર૦૧૪માં હૈદરાબાદની આલિશાન હોટલ ફલકનુમા પેલેસમાં લગ્ન થયાં હતાં. આ અગાઉ અર્પિતા અનેક પ્રસંગોએ બેબી બમ્પ સાથે નજરે પડી હતી. તેણે પોતાના પતિ સાથે એક સુંદર મેટરનિટી ફોટો શૂટ પણ કરાવ્યું હતું. અર્પિતાના નવજાત શિશુની કેટલીયે તસવીરો સોશિયલ મીડિયામાં જોવા મળી છે. તેમાં સલમાનખાન સાથે ભાણિયાની તસવીરો ખૂબ જ વાઇરલ થઇ છે. સલમાન ખાન હાલ અલી અબ્બાસ જફરની ફિલ્મ સુલતાનના શૂટિંગમાં બિઝી છે.

You might also like