ગાંધી પરિવારને લઇને ઋષિ કપૂરનો નવો ‘ટ્વિટ બોમ્બ’, નેહરૂ-ગાંધી પરિવારના નામે દિલ્હીમાં રાખવામાં આવ્યા 64 જગ્યાઓના નામ’

નવી દિલ્હી: બોલીવુડ અભિનેતા ઋષિ કપૂરે દેશની રાજધાની દિલ્હીમાં નેહરૂ-ગાંધી પરિવારના નામ પર જગ્યાઓના નામકરણને લઇને હવે એક નવું ટ્વિટ કર્યું છે. તેમણે પોતના ટ્વિટમાં દિલ્હીમાં 64 સ્થળોના નામ ગણાવ્યા છે જે નેહરૂ-ગાંધી પરિવારના નામે રાખવામાં આવ્યા છે.

અભિનેતાએ પોતાના ટ્વિટમાં કહ્યું છે ‘વિચારો ફક્ત દિલ્હીમાં જ 64 જગ્યાઓના નામ રાખવામાં આવ્યા છે, શું તમારે તે નામોને યાદ કરવાની જરૂરિયાત છે. ‘તેમણે પોતાના ટ્વિટમાં એક મેપનુમા ફોટો પણ પોસ્ટ કર્યો છે જેમાં 64 નામો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.


અત્રે ઉલ્લેખનીય છે કે થોડા દિવસો પહેલાં ઋષિ કપૂરે ગાંધી પરિવાર પર નિશાન સાધતાં ટ્વિટ કર્યું હતું, ‘આપણે દેશની મહત્વપૂર્ણ સંપત્તિઓના નામ તે લોકોના નામ પર રાખવા જોઇએ જેમણે સમાજના વિકાસમાં યોગદાન કર્યું છે. દરેક વસ્તુ ગાંધીના નામે? હું સહમત નથી. લોકો વિચારજો.’

અભિનેતા ઋષિ કપૂરે ટ્વિટ કરીને કોંગ્રેસના શાસન દરમિયાન દેશની બધી મોટી સંપત્તિઓના નામ ગાંધી પરિવારના નામ પર રાખવાની ટીકા કરી હતી. અભિનેતા અનુપમ ખેર અને અન્ય ઘણી હસ્તીઓએ ઋષિ કપૂરના આ ટ્વિટને સમર્થન કર્યું હતું.

You might also like