ચેલેન્જને એન્જોય કરું છુંઃ હિમેશ

હિમેશ રેશમિયાએ મ્યુઝિક ડિરેક્ટર તરીકે પોતાની કરિયર શરૂ કરી હતી, પરંતુ અસલી ફેમ તેને ‘આશિક બનાયા આપને’થી મળી. મ્યુઝિક ડિરેક્શન બાદ હિમેશે સિંગિંગ અને એક્ટિંગમાં પોતાનું લક અજમાવ્યું. હિમેશના ચાહકો જેટલા છે તેટલા તેના હેટર્સ પણ છે. તે કહે છે કે મારા હેટર્સથી હું ક્યારેય નિરાશ થતો નથી.

હું 650 ગીતો ઉપરાંત એક્ટર તરીકે 10મી ફિલ્મ કરી રહ્યો છું. મને ઘણી સફળતા મળી છે. હું માત્ર 2-3 ટકા લોકોના કારણે ક્યારેય હતાશા અનુભવતો નથી. હું તેમનાં દિલ જીતવાની કોશિશ કરું છું. મને તેમના પર ગુસ્સો આવતો નથી. હું તેમના પોઇન્ટ ઓફ વ્યૂને સમજવાની કોશિશ કરું છું અને તે પ્રમાણે મારા કામને શ્રેષ્ઠ બનાવવાની કોશિશ કરું છું.

તાજેતરમાં તેણે ‘તેરા સુરૂર’ નામની ફિલ્મ કરી. આ ફિલ્મ ફ્લોપ રહી. તેનું પોતાનું સુરૂર શું છે તે અંગે વાત કરતાં તે કહે છે કે મારું સુરૂર એ છે કે હું સારું ગાતો રહું, સારું કામ કરું. એક એક્ટર તરીકે ખુદને ઇમ્પ્રૂવ કરું અને મને નફરત કરતા લોકોનાં દિલ જીતી શકું. તે કહે છે મારા માટે જે વસ્તુઓ વધુ ચેલેન્જિંગ હોય, મને વધુ કામ કરવા માટે પુશ કરે તે વસ્તુઓ મને વધુ આકર્ષે છે. હવે હું રોજ એક સોંગ બનાવું છું. 300 સોંગમાંથી 30 સેમ્પલ કરું છું અને તે 30માંથી 6 ગીત બનાવું છું. તે મને ખૂબ ચેલેન્જિંગ લાગે છે. એક્ટિંગ પણ મારા માટે એક ચેલેન્જ છે. મને જે વસ્તુ ચેલેન્જ કરે હું તેને વધુ એન્જોય કરું છું. •

You might also like