યુવાન થતાં જ ચર્ચામાં આવે છે સ્ટાર કિડ્સ

સોશિયલ મીડિયાના કારણે આજકાલ બોલિવૂડ સ્ટારનાં બાળકોએ પોતાની અદાઓનો જાદુ વિખેરવાનો શરૂ કરી દીધો છે. થોડા દિવસ પહેલાં વીતેલા જમાનાની જાણીતી અભિનેત્રી પૂનમ ધિલ્લોન પોતાની પુત્રી પલોમા સાથે જોવા મળી ત્યારે જાણ થઇ કે પૂનમની પુત્રી પણ જવાન થઇ ચૂકી છે અને બોલિવૂડમાં એન્ટ્રીની તૈયારી કરી રહી છે. પૂનમે વર્ષ ૧૯૮૮માં ફિલ્મ પ્રોડ્યૂસર અશોક થકેરિયા સાથે લગ્ન કર્યાં હતાં, જોકે ૧૯૯૭માં બંને અલગ થઇ ગયાં હતાં. આ બંનેનાં બે બાળકો અનમોલ અને પલોમા છે.

૨૧ વર્ષની થઇ ચૂકેલી પલોમા મુંબઇની જમનાબાઇ નરસી સ્કૂલમાં અભ્યાસ કરે છે. તેનું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પાર્ટી અને હોલિડેના ફોટાથી ભરેલું છે. પલોમા પોતાની ફિટનેસનું ખૂબ જ ધ્યાન રાખે છે. તે ઘણા સમયથી યોગ કરે છે.

બીજી તરફ ટીમ ઇન્ડિયાના પૂર્વ ક્રિકેટર અને રાજનીતિજ્ઞ નવજોતસિંહ સિદ્ધુની પુત્રી રાબિયા પણ છેલ્લા ઘણા સમયથી ચર્ચામાં છે. રાબિયાની કેટલીક હોટ તસવીરો ઇન્ટરનેટ પર વાઇરલ થઇ રહી છે. તે ગ્લેમરસ લુકમાં દેખાય છે અને કેટલાક ફોટામાં તે દિલધડક પોઝ પણ આપી રહી છે.

બોલિવૂડનાં કેટલાંક સ્ટાર કિડ્સ તો કોઇ ને કોઇ કારણે ચર્ચામાં રહે છે. ક્યારેક ડેબ્યૂને લઇને તો ક્યારેક ઇન્સ્ટાગ્રામ પર પોતાની તસવીરોને લઇને, જેમાં જાહ્નવી કપૂર, નવ્યા નવેલી, ખુશી કપૂર, આલિયા કશ્યપ, આલિયા ઇબ્રાહીમ, આર્યન ખાન અને સારા ખાન આ યાદીમાં સૌથી ઉપર છે.

બોલિવૂડમાં એન્ટ્રીની વાત કરીએ તો શ્રીદેવી અને બોની કપૂરની પુત્રી જાહ્નવી કપૂર સૌથી આગળ છે. તે વરુણ ધવન સાથે ફિલ્મ કરવા જઇ રહી છે. છેલ્લા ઘણા સમયથી જાહ્નવીના લોન્ચિંગના સમાચાર આવી રહ્યા છે, જોકે હજુ એ વાત નક્કી નથી કે તે કઇ ફિલ્મથી બોલિવૂડમાં એન્ટ્રી કરશે, પરંતુ એટલું તો જરૂર છે કે તેની એન્ટ્રી ધમાકેદાર હશે.

જાહ્નવી હજુ ૨૦ વર્ષની છે અને તેનો અભ્યાસ લગભગ પૂરો થઇ ચૂક્યો છે. આવામાં નિર્માતા-નિર્દેશકની નજર તેના પર પડી છે.  સૈફ અલી ખાન અને અમૃતાસિંહની પુત્રી સારા અલી ખાન છેલ્લા ઘણા સમયથી ચર્ચામાં છે. તેની સુંદર તસવીરો ઉપરાંત બોલિવૂડમાં તેના ડેબ્યૂને લઇને પણ ચર્ચા ચાલી રહી છે. સારા ઝોયા અખ્તરની ફિલ્મ ‘ગલી બોય’માં રણવીરસિંહ સાથે બોલિવૂડમાં કરિયરની શરૂઆત કરી શકે છે. •
http://sambhaavnews.com/

You might also like