દેશની સુરક્ષા દાવ પરઃ બોગસ પાસપોર્ટનો ધીકતો કારોબાર

નવી દિલ્હી: અેક તરફ સરહદ પર દેશની સુરક્ષા માટે સૈનિકો તેમના જાનની બાજી લગાવી રહ્યા છે ત્યારે કેટલાક લોકો પૈસા માટે દેશની સુુરક્ષાને દાવ પર લગાવી બોગસ પાસપોર્ટ બનાવવાનાે કારોબાર કરી રહ્યા છે. દિલ્હીમાં આવો કારોબાર ધમધમી રહ્યો છે, જેમાં અમુક રકમ લઈને અફઘાની, નેપાળી અને બાંગ્લાદેશીઓને બોગસ પાસપોર્ટ આપવામાં આવી રહ્યા છે.

આવા કારોબારનો તાજેતરમાં પર્દાફાશ થયો છે, જેમાં બનાવટી નાગરિકોને બોગસ પાસપોર્ટ આપવામાં આવ્યા હતા. આ અંગે તપાસ કરનારી ટીમે અેક જ પાના પર ત્રણ પાસપોર્ટ આપ્યા હતા તેની તપાસ કરી હતી. આ ત્રણેય પાસપોર્ટ દિલ્હીના હુમાયુપુર ગામના અેક જ સરનામા પર આપવામાં આવ્યા હતા. પારૂ શર્મા, મનીષા દૂબે અને બરખા યાદવના નામથી આ પાસપોર્ટ દિલ્હી પાસપોર્ટ ઓફિસમાંથી ૨૦૧૫માં આપવામાં આવ્યા હતા. આ તમામ પાસપોર્ટમાં સરનામું કે-૭૭, હુમાયુપુર ગામ અેક જ છે.

આ પાસપોર્ટના કાગળને જોતાં બોગસ હોવાનું જાણવા મળ્યું ન હતું, પરંતુ જ્યારે તપાસ ટીમે ગામમાં જઈ તપાસ કરી ત્યારે આવું કોઈ સરનામું ન હોવાનું જાણવા મળ્યું હતું. આ અંગે ગામના અનેક લોકાેની પૂછપરછ કરવામાં આવી છે, જેમાં જાણવા મળ્યું હતું કે આ સરનામું ખોટું છે. આ પ્રકારે નેપાળી નાગરિકોઅે પણ ખોટા નામ-સરનામાથી પાસપોર્ટ મે‍‍ળવી લીધા છે.

પાટનગર દિલ્હીમાં જ બોગસ પાસપોર્ટ બનાવવાનું રેકેટ ચાલી રહ્યું છે. આ રેકેટમાં બે લાખથી છ લાખ રૂપિયા લઈને બોગસ પાસપોર્ટ આપવામાં આવી રહ્યા છે. આ અંગે સુમિત્રા મલ્લ અને સંતોષ અંગે તપાસ કરવામાં આવી તો લોકોઅે પાસપોર્ટની તસવીરો સહિત સરનામાને ઓળખવાનો સ્પષ્ટ ઈન્કાર કરી દીધો હતો અને તેથી આ બાબતે કૌભાંડ ચાલતું હોવાની વાત સ્પષ્ટ થઈ ગઈ છે.

દિલ્હીના કેટલાક અન્ય વિસ્તારોમાં પણ આ અંગે તપાસ કરતાં જાણવા મળ્યું હતું કે પાસપોર્ટ કચેરીઅે કોઈ પણ પ્રકારની તપાસ કર્યા વિના જ પાસપોર્ટ આપ્યા છે. ન્યૂ ફ્રેન્ડ્સ કોલોનીમાં અે-૨૦૯ નંબરના નામે પાંચ પાસપોર્ટ અફઘાનિસ્તાની નાગરિકોને આપવામાં આવ્યા છે, જેના સરનામા પર હાલ બિલ્ડિંગ બની રહી છે. આ નામની કોઈ વ્યકિત ત્યાં રહેતી નથી. તેવું ત્યાંંના લોકોઅે જણાવ્યું હતું, જેમાં રાજસિંહ, હરજીત કૌર, ચાહતસિંહ, કરણસિંહ અને બુનીત સિંહના નામે અેક જ સરનામે પાસપોર્ટ આપવામાં આવ્યા છે.

તપાસમાં જાણવા મળ્યું કે જે બિલ્ડિંગ ચાર વર્ષથી બની રહી છે તેમાં આ પાંચ લોકોના નામે આ સરનામું કઈ રીતે બની ગયું? તે સવાલ છે. પાસપોર્ટ કચેરીઅે પોલીસના તપાસ રિપોર્ટ વગર અને લોકલ ઈન્ટે‌િલજન્સ દ્વારા તપાસ કરાવ્યા વિના પાસપોર્ટ કઈ રીતે આપ્યા? તે પણ તપાસનો વિષય છે. આ અંગે જ્યારે દિલ્હી રિજનલ પાસપોર્ટ કચેરીમાં પૂછપરછ કરવામાં આવી તો કચેરીના અધિકારીઓઅે આ સવાલોને ફગાવી દઈને માત્ર અેક જ લાઈનમાં વાત પૂરી કરી દીધી કે તેમાં કોઈ નવી વાત નથી.

You might also like