રંગીલા રાજકોટમાં વધ્યા કૌભાંડો, હવે લિવોનના નામે નકલી હેરઑઈલ કૌભાંડ ઝડપાયું

રાજકોટ શહેર જાણે કે રંગીલી નગરી મટી કૌભાંડી નગરી બની રહી હોય તેવું સામે આવી રહ્યું છે. પહેલા કરૂર વૈશ્ય બેંક ત્યારબાદ દેના બેંકના બે કૌભાંડ સામે આવ્યા. જો કે કૌભાંડનો સિલસિલો ત્યા અટકયો નહોતો અને સામે આવી રહ્યા છે બ્રાન્ડના નામે થતા કૌભાંડ.

થોડા દિવસો પહેલા એસોજી દ્વારા ટાઈટન ઘડિયાળનો નકલી જથ્થો પકડી પાડવામા આવ્યો હતો. ફાસ્ટ્રેક જેવી બ્રાન્ડેડ કંપનીની નકલી ઘડિયાળો બનાવવાનો પર્દાફાશ પણ રાજકોટમાં થયો હતો, ત્યાં હવે આજીડેમ દ્વારા લિવોનનું નકલી હેરઓઈલ કૌભાંડ ઝડપી પાડવામા આવ્યું છે.

રાજકોટ શહેરમા દિવસે અને દિવસે બ્રાન્ડેડ વસ્તુના નામે વેચાતી ડુપ્લિકેટ વસ્તુઓનો જથ્થો સામે આવી રહ્યો છે. પહેલા ટાયટન કંપનીની ડુપ્લિકેટ ઘડિયાળ તેમજ કેશ ડાયલ એસોજી દ્વારા કબ્જે કરવામા આવ્યા હતા. જેની અંદાજીત કિમંત 14લાખથી પણ ઉપર હતી.

લિવોન કંપનીના એકઝીકયુટીવ ડાયરેકટર દ્વારા ફરિયાદ કરવામા આવી હતી કે આજીડેમ વિસ્તારમાં તેમના કંપનીના નામથી નકલી ઓઈલ બનાવી બજારમા વેચવામાં આવી રહ્યું છે. જે બાબતની ફરિયાદ મળતા પોલિસ ઈન્સ્પેક્ટર પ્રધ્યુમનસિંહ વાઘેલાની સુચનાથી આજીડેમ પોલીસે મળેલ ફરીયાદના આધારે રેડ પાડતા નિયત સ્થળેથી ૧૬.૩૯ લાખનું નકલી હેર ઓઇલ ઝડપાયું હતું. તો બિજી તરફ મુખ્ય સુત્રધાર ધર્મેન્દ્ર ઉર્ફે મુન્નો સ્થળ પર મળી આવ્યો નહોતો.

તો પોલિસે હાલ મુખ્ય સુત્રધાર ધર્મેન્દ્ર ઉર્ફે મુન્નો જયસુખ પરમાર સામે કોપીરાઈટ એકટનો ગુનો નોંધી તેને ઝડપી લેવા કવાયત હાથ ધરી છે. જો કે ઉપરોક્ત બંને ઘટનામા પોલિસને જાણ જ નહોતી કે તેમના પોલિસ મથક વિસ્તારમા આ પ્રકારના બ્રાન્ડના નામે મકલી વસ્તુઓનુ ઉત્પાદન કરી સમગ્ર સૌરાષ્ટ્રમા તેનુ વહેંચાણ કરવામા આવે છે.

ત્યારે આ બંને ઘટનાઓમા જેટલો વાંક આરોપીઓનો છે તેટલો જ વાંક પોલિસ અધિકારીઓનો પણ છે. કારણકે માત્ર 11 દિવસમા આ પ્રકારના બ્રાન્ડના નામે નકલી વસ્તુઓની બનાવટ અને તેના વહેંચાણનુ કૌભાંડ આજીડેમ વિસ્તારમાથી સામે આવ્યુ છે.

You might also like