બોગસ દવા વેચનારી માર્કેટિંગ કંપનીઓ સામે તવાઈઃ થઈ શકે છે આજીવન કેદ

નવી દિલ્હી: દર્દીઓના જીવન સાથે ચેડાં કરી કેટલીક કંપનીઓ નકલી દવા બનાવી તગડો નફો રળી રહી છે ત્યારે હવે સરકારે આવી બોગસ દવા વેચનારી માર્કે‌ટિંગ કંપનીઓ સામે પણ આકરી નીતિ બનાવી છે કે જો કોઈ કંપની આવું વેચાણ કરતાં પકડાશે તો તેેના સંચાલકો અથવા માલિકને આજીવન કેદ થઈ શકે છે.

હાલમાં દેશમાં આવી નકલી દવાઓનું નિર્માણ કરનારી કંપનીઓ સામે જ પગલાં લેવાની જોગવાઈ છે, પરંતુ હવે સરકારે બોગસ દવા વેચનારી માર્કે‌ટિંગ કંપનીઓ સામે પણ આકરી ની‌િત બનાવી છે, જેમાં જો કોઈ દોષિત ઠરશે તો તેને આજીવન કેદ અથવા દવા હલકી સાબિત થવાના કેસમાં ત્રણથી પાંચ વર્ષની જેલની સજા થઈ શકે છે.

સ્વાસ્થ્ય મંત્રાલયના એક વરિષ્ઠ અધિકારીના જણાવ્યા અનુસાર હાલમાં ડ્રગ્સ ટેકનિકલ એડ્વાઈઝરી બોર્ડે આ આશયના પ્રસ્તાવને તેની મંજૂરી આપી છે. ડીટીએબી દેશની સર્વોચ્ચ દવા સલાહકાર સંસ્થા છે, જેમાં પ્રસ્તાવ મુજબ આવી દવાઓનું માર્કેટિંગ કરનારી કંપનીઓને પણ દંડ થઈ શકે છે, જેમાં દવા હલકી ગુણવતાની સાબિત થાય તો ત્રણથી પાંચ વર્ષની જેલ અને જો દવા નકલી સાબિત થાય તો આજીવન કેદ થઈ શકે છે.

આ અંગે જાણકારો કહે છે કે મોટી મોટી ફાર્મા કંપનીઓ નાના ઉત્પાદકો પાસેથી સસ્તા દરે દવા ખરીદી તેનું માર્કેટિંગ કરે છે ત્યારે જો આવી દવામાં કોઈ દવા નકલી અથવા હલકી ગુણવત્તાની સાબિત થશે તો જે તે કંપનીના માલિક અથવા સંચાલકને આવી સજા થઈ શકે છે.

દર્દીઓનાં જીવન સાથે ચેડાં કરી કેટલીક કંપનીઓ નકલી દવા બનાવી તગડો નફો રળી રહી છે ત્યારે સરકારે આવી માર્કે‌િટંગ કંપનીઓ સામે આકરાં પગલાં લેવા આ રીતે નવી જોગવાઈ કરી તે મુજબ પાલન કરવા નિર્ણય લીધો છે. તેથી આગામી સમયમાં આ મુજબનાં પગલાં લેવામાં ‍આવશે. તેથી હવે કોઈ માર્કેટિંગ કપની નકલી દવા વેચી શકશે નહિ.

You might also like