ગરીબ બની RTE હેઠળ એડમીશન લેનાર રાજ્યના 250 વાલીઓ સામે ફરિયાદ

રાજ્યભરની શાળાઓમાં RTE (રાઈટ ટૂ એજ્યુકેશન) હેઠળના નિયમો સાઈડલાઈન કરી આર્થિક રીતે સક્ષમ હોય તેવા વાલીઓ પણ ગરીબી નામની ચાદર ઓઢીને પોતાના બાળકોને શાળાઓમાં પ્રવેશ અપાવી રહ્યા હોવાના બનાવો ફરીથી જાહેર થયા છે.

અમદાવાદમાં આ પ્રકારના 60 વાલીઓ સામે ફરિયાદ કરવામાં આવી છે. રાજ્યભરમાંથી 250 જેટલા વાલીઓ સામે FIR કરવામાં આવી છે. વાલીઓ બોગસ દસ્તાવેજોનો ઉપયોગ કરીને પોતાના બાળકોને શાળામાં પ્રવેશ અપાવે છે, જેથી જે ગરીબ હોય તેવા બાળકોની સીટો છીનવાય જાય છે.

બીજી તરફ આ પ્રકારના બોગસ દસ્તાવેજો ઉભા કરી આપનાર અધિકારીઓ સામે પણ ફરિયાદ કરવાની માગ ઉભી થઈ રહી છે. વર્ષ 2017માં પણ 100 જેટલા વાલીઓ સામે ફરિયાદ કરવામાં આવી હતી.

વર્ષ 2017માં પણ સરકાર દ્વારા તપાસ સમિતિ બનાવવામાં આવી હતી. જેમાં તપાસ સમિતિએ અમદાવાદ શહેર અને ગ્રામ્ય વિસ્તારની શાળાઓમાં શંકાસ્પદ જણાતાં 170 જેટલા કેસનો અહેવાલ DEOને સોંપ્યો હતો. જો કે ફરિયાદ બાદ શું નિકાલ આવશે તે જાણવામાં લોકો ઉત્સાહિત છે. શું ગુનેગાર વિદ્યાર્થીઓના એડમીશન રદ્દ થશે?

You might also like