શરીરની અારપાર જોઈ શકાય એવો કેમેરા ડેવલપ થયો

અંદરના અવયવોમાં કંઈક ગરબડ થઈ હોય તો તરત ડોક્ટર એક્સ-રે કરાવવાનું કહે છે. અા ટેસ્ટ મોંઘી પણ છે અને કેટલેક અંશે શરીર માટે હાનિકારક પણ. સ્કોટલેન્ડની યુનિવર્સિટી ઓફ એડિનબર્ગના સંશોધકોએ એવો કેમેરા ડેવલપ કર્યો છે જે શરીરમાં ઘણે ઊંડે સુધી જોઈ શકે છે. અા કેમેરા શરીરની અંદર વીસ સેન્ટિમીટર જાડા ટિશ્યુ હોય તો પણ એની અારપાર જોઈ શકે છે. જ્યારે એન્ડોસ્કોપી કરવાની હોય ત્યારે શરીરની અંદર કેમેરાવાળું સાધન અંદર દાખલ કરવામાં અાવે છે. અા કેમેરા શરીરમાં ક્યાં એન્ડોસ્કોપ છે એ તપાસી અાપી શકે છે.

You might also like