જે પુરુષો વધુ પડતું વેટલિફ્ટિંગ કરીને સાથેસાથે ગ્રોથ હોર્મોન્સથી ભરપૂર પ્રોટીન શેક લેતા હોય તો તેમના માટે સાવધાન રહેવા જેવું એક સંશોધન બહાર આવ્યું છે. જિમમાં જઇને બોડી બિલ્ડિંગ કરતાં પુરુષોનું બોડી આકર્ષક હશે, પરંતુ તેમના વાળ આછા થતા જશે. જિમમાં જઇને મસલ્સ ગ્રોથ વધુ થાય તે માટે વપરાતા પ્રોટીન શેકમાં રહેલું ડીએચઇએ નામનું હોર્મોન હોય છે, જે પુરુષ હોર્મોન ટેસ્ટોસ્ટેરોલનું લેવલ વધારી શકે છે. આવા શેક સાથે શરીરને શ્રમ પડે તેવી વેટલિફ્ટિંગ જેવી કસરત કરતા શરીરમાં જે હોર્મોન ઉદ્ભવે છે એ વાળના ફોલિકલ્સ પર અસર કરે છે અને તેને મૂળમાંથી કાઢી નાખે છે. આ સાઇડ ઇફેક્ટ પુરુષોમાં વધુ જોવા મળે છે.