બોડકદેવના દીનદયાલ ઉપાધ્યાય અડિટોરિયમમાં કરોડોનો ખર્ચ, અાયોજન અણઘડ

અમદાવાદ: બોડકદેવમાં રૂ.૩૪ કરોડના ખર્ચે બનેલા અત્યાધુનિક પંડિત દીનદયાલ ઉપાધ્યાય ઓડિટો‌િરયમમાં અનેક બાબતો હોલના કોન્ટ્રાક્ટરનાં કામોની ગરબડની ચાડી ખાઇ રહી છે, જે સ્ટેજ પરથી કલાકારોએ પર્ફોર્મ કરવાનું હોય છે તે જ સ્ટેજ પરનાં ત્રણેય સોકેટ બોક્સ ખુલ્લાં રાખવામાં આવતાં કલાકારો કે સ્ટેજ પર આવતા મહેમાનો માટે ‘જુઓ અને સાચવો’ની જેમ ૧ ફૂટ ઊંડાં સોકેટ બોક્સમાં પડી ના જવાય તેની કાળજી રાખવી પડે છે. આ હોલનું હજુ પાંચ મહિના પહેલાં જ લોકાર્પણ કરાયું છે. હોલમાં ઉપસ્થિત કોઇ પણ વ્યક્તિને સ્ટેજ પર બોલાવાય કે સ્વાગત કરાય ત્યારે આયોજકો સ્ટેજ પર તેને સાચવીને કોર્ડન કરીને લઇ જાય છે. ડેકોરેટર કેતન દેસાઇના જણાવ્યા મુજબ સામાન્ય રીતે સ્ટેજ પર પર્ફોર્મન્સ આપતા કલાકારો માટે સેટ, ડેકોરેશન, મ્યુઝિક ઇન્સ્ટ્રુમેન્ટ્સ વગેરેની કને‌િકટ‌િવટી માટે સ્ટેજની બંને તરફ તેમજ સ્ટેજના સેન્ટરમાં સોકેટ બનાવાયા છે, જેથી ઇન્સ્ટ્રુમેન્ટ્સના કેબલ લાંબા ખેંચવા ન પડે અને સ્ટેજ પર ચાલનારાઓના પગની આડે ન આવે.

આવાં સોકેટ બોક્સમાં કેબલના પ્લ‌િગંગ થયા પછી તુરત જ તેને બંધ કરીને વાયરોને ટે‌િપંગ કરી દેવા પડે છે, જેથી અકસ્માતનો ભય રહે નહીં, પરંતુ દીનદયાલ અોડિટોરિયમના સ્ટેજ પર વચ્ચોવચ મુકાયેલાં ૩ સોકેટ બોક્સ ખુલ્લાં રહે છે ત્યારે તંત્રને તેની કોઇ પરવા હોય નહીં તેવું દેખાઇ રહ્યું છે. અોડિટોરિયમના બ્યુટિફિકેશન અને કૂલર માટે પણ લાખો રૂપિયાનો ખર્ચ કરાતો હોય ત્યારે સ્ટેજ પર આવી રીતે ડિઝાઇન કરાયેલાં સોકેટ બોક્સ કે જે મોટા ભાગે કાર્યક્રમો દરમ્યાન ખુલ્લાં રહે છે, જે અણઘડ આયોજનની ચાડી ખાય છે.તાજેતરમાં જ શહેરમાં પડેલા વરસાદે ઓડિટો‌િરયમના બાંધકામની હલકી ગુણવત્તાની પોલ ખોલી હતી. માત્ર પાંચ મહિનાના સમયગાળામાં પહેલા જ વરસાદે છત પરથી પાણી ટપકતાં હોય ૩૧ જુલાઇ સુધી બંધ રખાયો હતો અને તમામ બુ‌િકંગ રદ કરાયાં હતાં.

અોડિટોરિયમમાં સ્ટેજ તો ઠીક પણ સ્ટેજની નીચે બનાવાયેલા ડ‌િક્ટંગ માટેની જાળી પણ ખૂલીને નીચે પડેલી હોવા છતાં અોડિટોરિયમની જાળવણી કરી રહેલા સ્ટાફના પેટનું પાણીય હાલતું નથી. ૧૦૦૦થી વધુ લોકો સ્ટેજ પર્ફોર્મન્સ જુએ અને પહેલી હરોળમાં બેઠેલા વીઆઇપી મહેમાનો ૩ ફૂટ ઊંચા સ્ટેજની નીચે નાખેલી એર સર્ક્યુલેશનની જાળી નીકળેલી જુએ તે જ બાબત બેદરકારીની નિશાની છે. ખુલ્લી દેખાતી જાળી વગરના સ્ટેજ નીચે ભંડ‌િકયા જેવું દેખાઈ રહ્યું છે, જ્યાં વાયરનાં જંગલ અને ધૂળ પહેલી હરોળમાં બેસનારાએ જોવાં પડે.

આ અંગે ટાઉન પ્લા‌િનંગ એન્ડ એસ્ટેટ કમિટીના ચેરમેન રશ્મીનભાઇ પટેલે જણાવ્યંુ હતું કે આટલા સરસ હોલમાં આટલી બેદરકારી મારા ધ્યાને આવી છે. હું આના માટે તુરત જ જવાબદાર અધિકારીને જાણ કરીશ અને સમસ્યાઓ દૂર કરાવીશ.
મનીષા સુરેશ

You might also like