દીવનાં દરિયામાં બોટિંગ કરવું છે!, તો થઇ જાઓ સાવધાન, તમારા જીવને છે જોખમ….

ગુજરાતીઓ માટે દીવ હોટ ફેવરિટ છે. જેનાં કારણે ગુજરાતનાં લોકો ઉનાળામાં મોજ કરવા માટે દીવમાં ફરવા જાય છે. શું તમે પણ દીવમાં ફરવા માટે જાઓ છો. તો હવે તમે પણ ચેતી જજો. દીવમાં ફરવું તે જોખમથી કંઇ ઓછું નથી. દીવનાં દરીયામાં જીવનાં જોખમે બોટ ચાલી રહી છે.

ગરમીનાં સમયે ગુજરાતનાં લોકો કેન્દ્રશાસિત પ્રદેશ દીવમાં ફરવા જતાં હોય છે અને દીવનાં દરિયામાં ખૂબ જ મોજ કરતાં હોય છે. મહત્વનું છે કે દીવનાં દરિયામાં લોકો બોટીંગની ભરપૂર મજા માણતા હોય છે.

બોટમાં મુસાફરી કરવી પણ હવે તમારે માટે ભારે જોખમરૂપ છે. દીવ પ્રશાસન દ્વારા સુરક્ષા અને સલામતીનાં દાવા કરવામાં આવે છે પરંતુ હવે તેમનાં આ દાવા ખોખલા થઇ રહ્યાં હોય તેવું લાગી રહ્યું છે.

દિવ જેટીથી પાણીકોઠા સુધી સહેલાણીઓને લઈ અને પરત લવાતી બોટમાં કોઈ પણ નિયમોનું પાલન કરવામાં આવતું નથી. આ દરિયામાં સહેલાણીઓનાં જીવ જોખમમાં મુકીને બોટિંગ કરવામાં આવે છે.

લોકોને લાઈફ જેકેટ પહેરાવ્યાં વગર જ બોટમાં બેસાડવામાં આવે છે. આ દરિયામાં બનાવવામાં આવેલી નાની સીડી વાઈબ્રેટ થતી હોય છે જેનાં કારણે સહેલાણીઓમાં ભયનો માહોલ જોવાં મળે છે.

આ દરિયામાં Vtvની ટીમે મુસાફરી કરી હતી. Vtvની ટીમે પોર્ટનાં કર્મચારી પાસેથી લાઈફ જેકેટ લઈને બોટમાં પ્રવેશ કર્યો હતો. Vtvની ટીમ પાસે કેમેરો જોઈને પોર્ટનાં કર્મચારીઓએ સહેલાણીઓને લાઈફ જેકેટ આપ્યાં હતાં.

આ દરમ્યાન Vtvની ટીમે કર્મચારી પાસે લાઈફ જેકેટ મામલે સવાલ કરતાં પૂછયું કે, બોટમાં સહેલાણીઓને લાઈફ જેકેટ કેમ આપવામાં આવતાં નથી. ત્યારે કર્મચારીએ બચાવ કરતા કહ્યું કે, બોટનાં કર્મચારીઓ દ્વારા લાઈફ જેકેટ આપવામાં આવે છે પરંતુ સહેલાણીઓ જેકેટ પહેરતાં નથી.

આ બોટમાં સવારી કરવી તે જોખમથી કંઇ ઓછું નથી. આ દરિયામાં ઘણાં સમયથી અનેક બોટ ચાલે છે અને પ્રવાસી વિભાગનાં કર્મચારીઓ પણ આ મામલે અત્યાર સુધી પગલાં લેતાં નથી. જેનાંથી અનેક સવાલો પણ ઊભા થયાં છે. બોટનાં કર્મચારીઓ દ્વારા લાઈફ જેકેટ પહેરાવવામાં આવતાં નથી. લાઈવ જેકેટ હોવા છતાં કેમ પ્રવાસીઓને જેકેટ આપવામાં આવતાં નથી તે એક મોટો પ્રશ્ન છે.

જો કે મહત્વની બાબત તો એ છે કે પ્રવાસન વિભાગ આ વાતથી અજાણ છે. પ્રવાસન વિભાગ દ્વારા અત્યાર સુધી કેમ આ મામલે પગલાં લેવામાં આવતાં નથી. દુર્ઘટના થશે તો તેની જવાબદારી કોની રહેશે.

પ્રવાસન વિભાગનાં અધિકારીઓ દ્વારા પગલાં ક્યારે લેવામાં આવશે. જો કે હવે જોવાનું એ રહ્યું કે આ અહેવાલ બાદ શું હવે પ્રવાસન વિભાગ દ્વારા દરિયામાં ચલાવવામાં આવતી બોટનાં માલિકો પર પગલાં લેશે કે નહીં.

You might also like