મહારાષ્ટ્રના દહાણુ પાસે બોટ પલટી, 4 વિદ્યાર્થીનાં મોત 26નો બચાવ

દૂર્ઘટનાથી ભરેલા રહેલા આ શનિવારે ફરી એક મોટી દૂર્ઘટના સામે આવી છે. મહારાષ્ટ્રના દહાણુમાં 40 બાળકોને લઇ જઇ રહેલી બોટ પલટી ગઇ છે. આ દૂર્ઘટનામાં અત્યાર સુધીમાં 4 બાળકોના મોત નિપજ્યાં અહેવાલ પ્રાપ્ત થઇ રહ્યાં છે, જ્યારે અન્ય 10ની શોધખોળ કરવામાં આવી રહી છે. રાહત અને બચાવની કામગીરી પૂર જોશમાં ચાલી રહી છે.

મળતી જાણકારી મુજબ આ દૂર્ઘટના દહાણુ સમુદ્ર તટથી 2 નોટિકલ દૂર થઇ છે. બોટ પલટી જવાના સમાચાર પ્રાપ્ત થતાં સમુદ્ર તટ પર બાળકોના પરિવારજનોની ભારી સંખ્યામાં ભીડ એકઠી થઇ જોવા મળી છે.

You might also like