દાદરાનગર હવેલી પાસે બોટ પલટી ખાતા 5ના મોત

વાપીઃ દાદરા નગર હવેલીના પ્રવાસન સ્થળ દૂધનીમાં મંગળવારે સાંજે મહારાષ્ટ્રથી દાનહ  ફરવા આવેલા 34થી વધુ પ્રવાસીઓ  ભરેલી બોટ અકસ્માતે દમણગંગા નદીમાં પલટી  ખાઇ ગઇ હતી. જેમાં 24 લોકો ડૂબ્યા  છે. તૈરવૈયાઓએ પાંચના મૃતદેહ બહાર કાઢ્યા  હોવાની માહિતી પ્રાપ્ત થઇ છે. કેટલાક પ્રવાસીઓને  ગંભીર હાલતમાં નદીમાંથી બહાર કાઢીને નજીકની ખાનવેલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.

ઘટનાની જાણ થતા જ સેલવાસ  ફાયર બ્રિગેડના જવાનો,એસપી પ્રમોદ કુમાર મિશ્રા, આરડીસી  શિવમ  ટીટોડીયા સહિતના અધિકારી ઘટના સ્થળે ધસી ગયા છે અને રેસ્ક્યુ ટીમની મદદથી નદીમાં શોધખોળ ચાલી રહી છે. મળતી માહિતી મુજબ  દાનહમાં મહારાષ્ટ્રથી જૈન પરિવાર ફરવા માટે આવ્યો હતો.આ પરિવારના 34થી વધુ પ્રવાસીઓ ખાનવેલ રિસોર્ટમાં રોકાયાં હતાં.

http://sambhaavnews.com/

You might also like