તુર્કી નજીક હોડી ડૂબી જતાં ૨૫ પ્રવાસીનાં મોત

અંકારા: તુર્કીથી યુનાન જઈ રહેલી એક હોડી સમુદ્રમાં ડૂબી જતાં લગભગ 25 પ્રવાસીનાં મોત થયાં છે. આ અંગે તુર્કીના તટરક્ષક દળે આપેલી માહિતી અનુસાર મૃત્યુ પામનારાઓમાં 10 બાળકોનો સમાવેશ થાય છે. જ્યારે આ ઘટનામાં 15 પ્રવાસીઓને બચાવી લેવામાં આવ્યા છે. તુર્કીના એક અધિકારીએ મૃતકોની સંખ્યાને સમર્થન આપ્યું છે.

આ અગાઉ આ ઘટનામાં મૃત્યુ પામનારાની સંખ્યા 18 જણાવવામાં આવી હતી. તેમણે જણાવ્યું હતું કે બાદમાં વધુ સાત મૃતદેહ મળી આવ્યા હતા, જોકે આ ઘટનામાં માર્યા ગયેલા લોકોની હજુ ઓળખ થઈ શકી નથી. દરમિયાન તટરક્ષક દળ ત્રણ હોડી અને એક હેલિકોપ્ટરની મદદથી આ ઘટનામાં જી‌િવત બચેલા લોકોની તપાસ કરી રહ્યું છે.

You might also like