સાત મીટર લાંબા વાંસ પર ઊભું રહેવું પણ મુશ્કેલ, પરંતુ અહીં તો નૌકાદોડ થાય છે

બીજિંગઃ પાતળા દોરડા પરના કરતબ તો ભારતમાં બહુ થાય છે, પરંતુ ઊંડા પાણીમાં પાતળા વાંસ પરની હોડી પર સવાર થઈને રેસ લગાવવી એ એક અનોખી રમત છે. આ રમત પરંપરાગત રૂપથી ચીનમાં રમાય છે. દક્ષિણ ચીનના ગુઈઝૂ પ્રાંતમાં દર વર્ષે રાષ્ટ્રીય પરંપરાગત રમતોની સ્પર્ધાઓ યોજાય છે. આમાં વાંસની આ રેસ પણ સામેલ છે. આ રમતમાં સ્પર્ધક સાત મીટર લાંબા વાંસ પર ઊભો રહે છે અને હાથમાં પાતળો વાંસ લઈને આગળ વધે છે. આ રેસ ૬૦ મીટરની હોય છે. વાંસની આ રેસ ૫૮ વર્ષથી નિયમિત રીતે યોજાઈ રહી છે. આ રેસ જોવા માટે મોટી સંખ્યામાં વિદેશી પર્યટકો પણ આવે છે.

You might also like