બ્રિટનમાં ટ્રાન્સજેન્ડર બાળકોને કહેવામાં આવશે “જી”

લંડનઃ બ્રિટનમાં બોર્ડિંગ સ્કૂલોના ટીચર્સને આદેશ આપવામાં આવ્યો છે કે ટ્રાન્સજેન્ડર બાળકોને “હી” અને “શી”ની જગ્યાએ “જી” કહીને બોલાવામાં આવે. જેથી તેઓ અસહજ મહેસૂસ ન કરે. સન્ડે ટેલીગ્રાફ દ્વારા મળતી માહિતી મુજબ બ્રિટન બોર્ડિંગ સ્કૂલ એસોસિયેશન દ્વારા બહાર પાડવામાં આવેલ સત્તાવાર દિશાનિર્દેશમાં ટીચર્સે અપીલ કરી છે કે ટ્રાન્સજેન્ડર બાળકોને “જી” કહેવામાં આવે તેથી તેઓ અસહજ ન અનુભવે સાથે નિરાજ પણ ન થાય.

ટીચર્સને કહેવામાં આવ્યું છે કે આવા વિદ્યાર્થીઓની વધતી સંખ્યાને પગલે કેટલીક નવી ભાષાઓ શીખવાની જરૂર છે. જે અહીં “હી” અને “શી” દ્વારા પોતાની જાતને બોલવાનું પસંદ નથી કરતા. જીને એક લિંગ નિરપેક્ષ ઉચ્ચારણ ગણવામાં આવશે. યુરોપમાં તેનો ઉપયોગ વધતો જાય છે.

બ્રિટિશ ટીચર્સને સલાહ આપવામાં આવી રહી છે કે આ બાળકોને તેમની પસંદગીના ઉચ્ચારણથી જ બોલાવવામાં આવે. જેમાં “જી” પણ શામેલ હોય. પરમાર્થ સંગઠન ઇડુકેટ એન્ડ સેલિબ્રેટની સંસ્થાપક અને નવી દિશાનિર્દેશોની લેખિકા અલી બાર્નેસે જણાવ્યું છે કે હવે વધારે બાળકો આવાસીય સ્કૂલમાં આવી રહ્યાં છે ત્યારે માત્ર હી કે શીનો ઉપયોગ વધારવો જરૂરી છે. તેમણે એક સમાચાર પત્રમાં સ્કૂલોને એ સુનિશ્ચિત કરવાનું જણાવ્યું છે કે સમાનતા કાયદા પ્રમાણે તમામ વિદ્યાર્થીઓને યોગ્ય રીતે સંબોધવામાં આવે અને તેમની સાથે યોગ્ય વ્યવહાર કરવામાં આવે.

You might also like