Header

video: bmwનું દમદાર બાઇક: જેમાં હેલ્મેટની જરૂર નહીં પડે

તાજેતરમાં કેલીફોર્નીયાના સાન્ટા મોનિકા ખાતે યોજાયેલા ઓટો શોમાં જાણીતી ઓટોમોબાઇલ કંપની બીએમડબ્લયુએ પોતાની ફ્યુર બાઇક મોટ્રોઇડ લોંન્ચ કરી છે. આ બાઇકની મદદથી કંપનીએ આવાનારા દાયકાઓમાં બાઇક્સ કેવા હશે અને તેનાથી બાઇક રાઇડર્સની દુનિયામાં કેવા પ્રકારના પરિવર્તનો આવી શકે છે તેના વિશે માહિતી આપી હતી.

આ ઝીરો એમિશન્સ દમદાર કોન્સેપ્ટ બાઇકમાં એવા ફીચર્સ છે જેને જાણીને તમે હેરાન થઇ જશો.આ બાઇકનું મુખ્ય ફીચર એવું છે જે ક્યારેય બાઇક ચાલકને પડવા દેશે નહીં. હા બાઇકની ડિઝાઇન ઓટો એક્ષપર્ટસને ચોંકાવનારી છે. આ બાઇક ચલાવતી વખતે તમને હેલ્મેટ પહેરવાની જરૂર નહી રહે. આ બાઇકની બનાવટમાં એન્જિનીયર્સે ફ્લેક્સીબલ ફ્રેમ્સનો ઉપયોગ કર્યો છે. જેથી બાઇકને વળાંક પર પણ સરળતાથી ચલાવી શકાય છે. હાલના બાઇક્સની જેમ તેમાં બેરીગ્સ અને જોઇન્ટનસનો ઉપયોગ કર્યો નથી. માત્ર આટલું જ નહી કમ્ફર્ટેબલ રાઇડ માટે તેમાં સોકર સસ્પેન્સન્સનો ઉપયોગ કરવામાં આવ્યો નથી. પરંતુ બાઇકના ટાયર જ સસ્પેન્શન્સનું કામ કરશે. જેને કારણે રાઇડર પોતાની ઉંચાઇ અને રસ્તા પ્રમાણે તેને એડજસસ્ટ કરી શકશે.

તેના એન્જિનમાં બોક્સરનો ઉપયોગ કરાયો છે. સીટ અને ફ્રેમ ફાઇબરની બનાવામાં આવશે. આ સેલ્ફ બેલેન્સીંગ બાઇક એક્સીડન્ટના સમયે પણ પૂરેપૂરો સાથ આપશે. ડીજીટલ યુગનો પૂરેપૂરો અનુભવ આ બાઇક રાઇડરને કરાવશે. આ અંગે વાત કરતા બીએમડબ્લયુના ડિઝાઇન ડિરેક્ટર એડગર હેનરીચે જણાવ્યું હતું કે, સામાન્ય રીતે જ્યારે આપણે બાઇક ડીઝાઇનીંગની વાત કરીએ ત્યારે આવનારા 5કે 10 વર્ષને ધ્યાનમાં લેવામાં આવે છે પણ આ બાઇક આગામી 30 વર્ષને ધ્યાનમાં રાખીને ડિઝાઇન કરવામાં આવી છે. આ બાઇક ચલાવતી વખતે હેલ્મેટ પહેરવાની જરૂર નથી પણ આ બાઇક રસ્તાની વચ્ચે આવનારી અડચણો વિષે રાઇડરને પહેલાથી માહિતગાર કરી દેશે. તેના માટે એક ખાસ વાઇઝર રાઇડરે પહેરવાનું રહેશે. જે ચાર ભાગમાં વહેંચાયેલુ હશે. જો રાઇડર તેમાં ઉપરની સાઇડ દેખશે તો તેને પાછળનો ભાગ દેખાશે જેથી પાછળના વાહન કઇ તરફ આવી રહ્યુ છે તેની પણ માહિતી મળશે. જે કારમાં આવતી રીયર કેમેરા સીસ્ટમની જેમ કરશે.

આ સિવાયની બાઇકના એન્જિન વિષેની ટેકનીકલ અને બાકીની તમામ માહિતી તેમાંથી જ જોઇ શકાશે. સ્ટેબિલેશન ટેકનોલોજીના વપરાશનો અર્થ એ છે કે જ્યારે તમે બાઇક પાર્ક કરશો ત્યારે પણ તમારે ઉભા થવાની જરૂર નથી. બાઇક પાર્ક થયેલું હોય ત્યારે પણ તમે તેના પર ટ્રાફિકમાં શાંતિથી બેસી શકો છો. હા એક વાત છે કે આગામી 10 વર્ષ સુધી આ બાઇક ખરીદદારો સુધી પહોંચી શકશે નહીં પરંતુ જમાનો હવે આવા જ બાઇકનો આવશે.

You might also like