225 કિ.મી પ્રતિ કલાકની ઝડપે દોડશે BMW 330e

જલંધર: બી.એમ.ડબ્લ્યૂએ લોકપ્રિય સેડાન 3 સિરીઝના નવા વર્ઝનની જાહેરાત કરી દીધી છે. નવા ઇનોવેશન સાથે જર્મન લક્ઝરી કાર મેકરની 3 સિરિઝમાં એડવાન્સ પ્લગ ઇન હાઇબ્રિડ ડ્રાઇવ સિસ્ટમને એડ કરવામાં આવી છે.

પહેલીવાર કટિંગ એજ બી.એમ.ડબ્લ્યૂ આઇ ટેકનોલોજીને દુનિયાની સૌથી સફળ પ્રિમીયમ મોડલમાં લાવવામાં આવી છે. બી.એમ.ડબ્લ્યૂ  3 સિરીઝે સ્પોર્ટસ પર્ફોમન્સ અને ફ્યૂલ ઇકોનોમીથી આ સેગમેન્ટમાં તેનું સ્ટાન્ડર્ડ બનાઇ રાખ્યું છે અને હવે બી.એમ.ડબ્લ્યૂએ 330  ઇ.આઇ પર્ફોમન્સને બજારમાં આવવાની તૈયારી કરી લીઘી છે.

એન્જીન પર્મોફોન્સ
આમા 2.0 લીટર ટર્બોચાજર્ડ 4 સિલેન્ડર એન્જીન લગાવવામાં આવ્યું છે જે 180 હોર્સપાવર, 215 પાઉન્ડ ફીટનો ટાર્ક ઉત્પન્ન કરે છે. આ એન્જીન બી.એમ.ડબ્લ્યૂ 320 આઇમાં પણ આપવામાં આવ્યું છે. તેની સાથે 87 હોર્સપાવર ઉત્પન્ન કરવાવાળી ઇલેક્ટ્રિક મોટર લાગી છે જે 184 પાઉન્ડનો ટાર્ક પેદા કરે છે. આ હિસાબથી કુલ 247 હોર્સપાવર (185 કિલોવોટ) અને 310 પાઉન્ડ ફીટ (420 એન.એમ)નો ટાર્ક ઉત્પન્ન થાય છે. આમા લાગેલી 7.6 (કે.ડબ્લ્યૂ.એચ)કિલોવોટ કલાક વાળી લિથીયમ આયન બેટરી કાર ચલાવતા સમયે અને પ્લગની મદદથી ઇલેક્ટ્રિક મોટરને ચાર્જ કરવામાં મદદ કરે છે. બેટરીને ચાર્જ કરવા માટે 220 વોટનો પ્લગથી 2.30 કલાકનો સમય લાગે છે અને રૂટિન પ્લગથી 6 7 કલાકનો સમય લાગે છે.

ઝડપ
કંપનીના જણાવ્યા અનુસાર આ કાર 0 60 મીલ (96.5 કિલોમીટર) પ્રતિ કલાકની ઝડપ 5.9 સેકન્ડમાં પકડી લે છે અને તેની ટોપ સ્પીડ 140 મીલ (225 કિલોમીટર) પ્રતિ કલાક છે.

કિંમત અને ઉપલ્બ્ધતા
આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમત 44,695 ડોલર (લગભગ 29,87,635)છે અને વર્ષના ત્રીજા ત્રિમાસીકમાં આ કાર ઉપલ્બ્ધ થશે. ભારતમાં ક્યારે લોન્ચ થશે તેની કોઇ જાણકારી મળી નથી.

You might also like