બીએમડબ્લ્યુએ ‘ફ્યૂચર સ્કૂટર’ લોન્ચ કર્યું

નવી દિલ્હીઃ બીએમડબ્લ્યુ મોટર્રાડે અર્બન મોબિલિટીમાં ઝીરો એમિશનના વિઝનને સાકાર કરવા માટે અેક ઇન્ટરનેશનલ ઇવેન્ટમાં બીએમડબ્લ્યુ મોટર્રાડ કોન્સેપ્ટ લિન્ક સ્કૂટર લોન્ચ કર્યું. આ ટુવ્હિલરની ડિઝાઇન અને ડિજિટલ કનેક્ટિવિટી સાથે તેમાં ઘણી બધી ખૂબીઓ છે. આ સ્કૂટર બે ટોન કલર ડિ‌ઝાઇનની સાથે આવ્યું છે, તેમાં બે આઇકોનિક એલઇસી ફ્રન્ટલાઇટ લાગેલી છે, જે તેના ડિઝાઇનર લુકને ખૂબ જ શાનદાર બનાવે છે.

આ ‌િસ્લક બાઇક ટાઇપ સ્કૂટરમાં એડ્જેસ્ટેબલ સીટ છે. તેની સાથે તેમાં ઇઝી સ્ટોરેજ માટે લગેજ કમ્પાર્ટમેન્ટ પણ આપવામાં આવેલ છે. આને ભવિષ્યનું સ્કૂટર માનવામાં આવી રહ્યું છે. આધુનિક સહેલી વ્યવસ્થા મુજબ આ સ્કૂટર તૈયાર કરાયું છે. તેનું હેન્ડ‌િલંગ સરળ હોવાની સાથે સાથે તેજ સ્પીડ પર પણ ચલાવી શકાય છે. તેની ખાસ વાત એ છે કે તેમાં રિવર્સ ગિયર પણ અપાયેલ છે. ભીડભાડવાળાં શહેરોમાં સરળતાથી પાર્કિંગમાં મદદ મળે છે.

આ સ્કૂટરમાં કલાસિક ઇન્સ્ટ્રુમેન્ટ કલસ્ટર અપાયું નથી. સ્પીડ, ને‌િવગેશન અને બેટરી સાથે જોડાયેલી ઇન્ફર્મેશન રાઇડરની એકદમ સામે આપવામાં આવી છે. આ ઉપરાંત તે અન્ય જાણકારી માટે પણ અલગ પેનલ અપાઇ છે. આ પેનલ સેન્સિટિવ છે અને તેમાં ઇન્ફોટેનમેન્ટ, કનેક્ટિવિટી અને રૂ‌િટંગ ઇન્ફર્મેશન વગેરેને કંટ્રોલ કરવામાં આવે છે. હેન્ડલ બાર પર ટચ ઇનેબલ્ડ બટનથી રાઇડરને ફંકશ‌િનંગમાં સરળતા રહે છે.
http://sambhaavnews.com/

You might also like