શું તમે બ્લૂટૂથ કૉન્ડમ વિશે સાંભળ્યું છે? 90હજાર લોકોએ પ્રી ઑર્ડર આપ્યો છે, જાણો શું છે ખાસિયત?

હાલમાં ડિઝીટલ જમાનો છે. ટેકનિકની દુનિયામાં રોજ નવી શોધ થઈ રહી છે. દરેક ક્ષેત્રમાં નવી નવી ટેકનિક શોધાઈ રહી છે. માણસની દરેક પ્રવૃતિ અને દરેક
સવાલના જવાબ પણ ટેકનિકલ રીતે મેળવવું શક્ય થઈ ગયું છે.

હવે તમારા પાર્ટનર સાથે બેડમાં હોવ અને તમારું સેક્સ પરફોર્મન્સ કેવું છે તે પણ હવે બ્લૂટૂથ કૉન્ડમથી જાણી શકાશે. આ બ્લૂટ્રૂથ કૉન્ડમ તમારી સેક્સ લાઈફની જાણકારી આપશે.

હકીકતમાં આ એક કૉન્ડમ નથી, બલ્કે રિંગના આકારનું એક ડિવાઈસ છે. જેને તમે કૉન્ડમની સાથે પહેરી શકો છો. i.Con સ્માર્ટ કૉન્ડમ બ્લૂટૂથથી લેસ છે. આ બ્લૂટૂથ કૉન્ડમ બનાવનારનો દાવો છે કે, બેડ પર વ્યક્તિનું સેક્સ પરફોર્મન્સ કેવું છે તે જાણી શકાશે. આ કૉન્ડમમાં એક નેનોચીપ અને સેન્સર છે. જે જાણકારી ભેગી કરી શકે છે.

આ બ્લૂટૂથની કિંમત 5,213 રૂપિયા છે. આ કૉન્ડમ માટે લગભગ 90 હજાર લોકોએ પ્રી ઑર્ડર આપ્યો છે. આ વર્ષથી જ તેની ડિલીવરી પણ કરવામાં આવશે. તમે સેક્સ દરમ્યાન કેટલી ઉર્જા વાપરો છો, તેની પણ માહિતી મળી શકે છે. જો કે આ તમામ માહિતી એપથી મેળવી શકાશે.

આ કૉન્ડમ સેક્સ્યુઅલ બીમારી વિશે પણ માહિતી આપશે. બ્રિટિશ કૉન્ડમ નામની કંપનીએ આ બ્લૂટૂથ કૉન્ડમ બનાવ્યું છે. તેની ખાસિયત એ છે કે તે ખૂબ હલકુ છે અને પાણીમાં પલળવાથી પણ ખરાબ થતું નથી. જો કે યુઝર્સનો ડેટા તેની ઓળખાણ વગર જ એપમાં બતાવવામાં આવશે. જો યુઝર્સ ઈચ્છે તો આ માહિતી અન્ય સાથે શેર કરી શકે છે.

You might also like