Suicide ગેમ ‘બ્લુ વ્હેલ ચેલેન્જ’ પર સરકારે લગાવ્યો બેન..

કેન્દ્ર સરકારે ઓનલાઇન કમ્પ્યુટર અને મોબાઇલ ગેમ ‘બ્લૂ વ્હેલ ચેલેન્જ’ રમવાથી બાળકો પર ખરાબ અસર પડતી હોવાની ફરિયાદોને ધ્યાનમાં રાખીને તેના પર પ્રતિબંધ મૂકી દીધો છે, મહત્વના સર્ચ એન્જિન અને સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ પરથી આ ગેમ હટાવવા માટે પણ કહેવામાં આવ્યું છે.

આ ગેમ રમનાર બાળકોમાં આત્મહત્યા જેવી પવૃતિથી પીડાતા હોવાની ફરિયાદો પછી કેરળ, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર સહિતના અન્ય રાજ્ય સરકારની માંગ પર કેન્દ્ર સરકારે ‘બ્લૂ વ્હેલ ચેલેન્જ’ ગેમ પર રોક લાગવી દીધું છે. આ અગાઉ કેન્દ્રીય મંત્રી મેનકા ગાંધી દ્વારા પણ સોમવારે સરકાર પાસેથી આ ગેમને પ્રતિબંધ કરવાની માંગણી કરવામાં આવી હતી.

ઇલેક્ટ્રોનિક અને ઇન્ફર્મેશન ટેકનોલોજી મંત્રાલયે સર્ચ એન્જિન ગૂગલ ઇન્ડિયા, માઇક્રોસોફ્ટ ઇન્ડિયા અને યાહૂ ઇન્ડિયા સિવાય સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ્સ ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને વૉટ્સએપને બ્લૂ વ્હેલ ચેલેન્જ ગેમને ડાઉનલોડ કરવાની સુવિધા અથવા તો તેનાથી જોડાયેલી કોઇ પણ લિંક પોતાના પ્લેટફોર્મ પરથી તરત જ હટાવવા માટેનો આદેશ આપ્યો છે. મંત્રાલયના સિનિયર ડિરેક્ટર અરવિંદ કુમાર દ્વારા 11 ઓગસ્ટે જારી કરાયેલા નિર્દેશમાં ‘બ્લૂ વ્હેલ ચેલેન્જ’ ગેમ સિવાય તેની સાથે મળતી આવતી ઓનલાઈન ગેમની લિંકને પણ હટાવવા માટે કહ્યું છે.

ઇન્ફોર્મેશન ટેકનોલોજી મંત્રાલય મંત્રી રવિશંકર પ્રસાદે આ ગેમના અંગે ફરિયાદો મળ્યા પછી આ પહેલ થઇ છે. એક અધિકારીએ જણાવ્યું હતું કે આ ગેમ પર પ્રતિબંધની આશંકાને જોતા સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ પર પહેલાથી જ નકલી પ્રોક્સી યુઆરએલ અથવા આઇપી એડ્રસ બનાવી લીધા હતા. તેના મુદ્દા પર જ સરકારે પોતાના નિર્દેશોમાં સર્ચ એન્જિન અને સોશ્યલ મીડિયા વેબસાઇટથી ‘બ્લૂ વ્હેલ ચેલેન્જ’ ગેમ સાથે મળતી આવતી ગેમ અથવા યુઆરએલ વાળી ગેમની લિંકને પણ દૂર કરવા જણાવ્યું છે.

You might also like