બ્લૂ વ્હેલ સુસાઇડ ગેમ ખતરનાક કેન્દ્રને અહેવાલ સોંપીશું : ફડણવીસ

મુંબઇ : શનિવારે મુંબઇમાં 14 વર્ષનાં એક કિશોરે તેનાં મિત્રોને કહ્યું કે તે હવે ક્યારે પણ શાળાએ નહી આવે. આવું કહ્યાનાં કલાકો પચી બિલ્ડિંગનાં પાંચમાં માળેથી કુદકો માર્યો હતો. પોલીસ તપાસ કરી રહી છે કે શું આ છોકરાનું મોત ઇન્ટરનેટ ધૂમ મચાવી રહેલ બ્લૂ વ્હેલ સુસાઇટ ચેલેન્જ ગેમ સાથે સંકળાયેલ ગેમ સાથે છે.

ભારતની બહાર થયેલી આવી ઘણી આત્મહત્યાનો આ ઘાતક વીડિયો ગેમ સાથે સંકળાયેલી છે. આ ઘટના માટે મહારાષ્ટ્રનાં મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે કહ્યું કે તેઓ આ બાબતે સરકારનું ધ્યાન દોરશે. મહારાષ્ટ્રનાં મુખ્યમંત્રી ફડણવીસે કહ્યું કે, તેઓ આ બાબતે કેન્દ્ર સરકારને માહિતગાર કરશે. આ ગેમ ખુબ જ ખતરનાક છે. આ પ્રત્યેક વ્યક્તિ માટે ચિંતાજનક છે.

You might also like