૧૪.૬ કેરેટનો બ્લૂ ડાયમંડ ૩.૮૩ અબજમાં વેચાયો

સ્વિટ્ઝરલેન્ડના જિનીવામાં યોજાયેલા ઓકશનમાં ઓપનહેમર બ્લુ તરીકે ઓળખાતો લાર્જ અને રેર બ્લુ રંગનો ડાયમંડ આખરે પ૭.૬ મિલિયન ડોલર એટલે કે ૩.૮૩ અબજ રૂપિયામાં વેચાયો હતો. લંડનની ડાયમંડ સિન્ડિકેટના સર ઓપનહેમરની માલિકીનો આ ડાયમંડ લગભગ અઢીથી ત્રણ અબજ રૂપિયામાં વેચાશે એવું નિષ્ણાતો માનતા હતા, પણ હરાજી દરમિયાન એના ભાવ જબરા ઊંચકાયા હતા અને વિશ્વના સૌથી મોંઘા વેચાયેલા રત્નનો વર્લ્ડ રકોર્ડ પાર કરી જાય એ કિંમતે વેચાયો હતો. રેકટેન્ગલ શેપનો વિવિડ બ્લુ ડાયમંડ લેવા માટે બે ફોન-બીડરો વચ્ચે લગભગ ર૦ મિનિટ સુધી બોલી ચાલી હતી.

You might also like