હવે તમને ભૂલવાની આદત છે કે નહીં તે પણ બ્લડ ટેસ્ટ પરથી જાણી શકાશે!

સામાન્ય રીતે અલ્ઝાઈમર્સ એ ભૂલવાનો રોગ છે અને એની કોઈ અસરકારક દવા અત્યાર સુધીમાં તૈયાર થઈ નથી. જે ત્રણ દવાનો વપરાશ થાય છે એ પણ દરદીને સાજો નથી કરી શકતી, માત્ર તેમની ભૂલવાની પ્રક્રિયાને મંદ પાડે છે પણ જાપાન અને ઓસ્ટ્રેલિયાના સાયન્ટિસ્ટોએ એક એવો બ્લડ ટેસ્ટ શોધી કાઢ્યો છે, જેના દ્વારા વ્યક્તિને અડલ્ઝાઈમર્સ થશે કે નહીં એની જાણ થઈ શકે છે. આ ટેસ્ટ હાલમાં માત્ર સાયન્ટિફિક રિસર્ચ માટે કરવામાં આવી રહ્યો છે. દરદીના શરીરમાં એક પેપ્ટાઈડની માત્રા કેટલી છે એના પરથી એ દરદીને અલ્ઝાઈમર્સનો રોગ થશે કે નહીં એ કહી શકાય છે.

You might also like