બ્લડ ટેસ્ટ પરથી અંડાશયનું કેન્સર પકડી શકાય

કેન્સરના ઘણાખરા કિસ્સાઓમાં વારસાગત પરિબળો મોટો ભાગ ભજવતાં હોય છે. યુનિવર્સિટી કોલેજ લંડન દ્વારા કરવામાં અાવેલું લેટેસ્ટ રિસર્ચ કહે છે કે સરેરાશ ૧૦ ટકા કરતાં વધુ જોખમ ધરાવતી સ્ત્રીઓનું દર ચાર મહિને રક્ત-પરીક્ષણ કરવામાં અાવે તો તેમનામાં કેન્સરને સમયસર પકડી શકાય છે. સંશોધકોએ ચાર હજાર સ્ત્રીઓ પર પરીક્ષણ કરીને જોયું કે તેમના લોહીમાં રહેલા CA 125 નામના પ્રોટીનનું નિરીક્ષણ કરવામાં અાવે તો દસમાંથી નવ કિસ્સામાં અા કેન્સર ફેલાય એ પહેલાં જ તેની હાજરી પારખી શકાય છે.
http://sambhaavnews.com/

You might also like