લોહીનો બદલો લોહી, ખુરશીનો બદલો ખુરશી: ગ્રેટ ખલી

WWE સ્ટાર દિલીપસિંહ રાણા ઉર્ફે ‘ધ ગ્રેટ ખલી’ને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. હોસ્પિટલમાંથી છૂટ્યા બાદ ખલીએ કહ્યું છે કે તે પોતાના અપમાનનો બદલો લેશે. ગ્રેટ ખલીએ જણાવ્યું હતું કે ‘ધ ગ્રેટ ખલી રીર્ટન સીરીઝ’ની દહેરાદુન ખાતે રમાનારી બીજી મેચમાં ઇજાગ્રસ્ત હોવા છતાં ભાગ લેશે. ઉલ્લેખનીય છે કે ખલી પ્રથમ મેચમાં ઘાયલ થતાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.

હોસ્પિટલમાંથી બહાર આવતાની સાથે જ WWE સ્ટાર ખેલાડી ખલીએ કહ્યું ખુન નો બદલો ખુન તેમજ ખુરશીનો બદલો ખુરશી. ખલી બુધવારે રમાયેલ WWEના પ્રથમ મુકાબલામાં ગંભીર રીતે ઘાયલ થયો હતો. જેમાં તેને માથામાં તેમજ છાતી પર ઇજા થઇ હતી. તેના કારણે બીજા દિવસે દહેરાદુન ખાતેની હોસ્પિટલમાં દાખલ કરાયો હતો. વિદેશી પહેલવાન માઇક નોક્સ અને બ્રોડી સ્ટીલે ખલીને ખુરશીથી માર્યો હતો. ખલીએ પોતાના નિવેદનમાં જણાવ્યું હતું કે તેની અંદર બદલાની આગ સળગી રહી છે. મને દુઃખ છે કે પ્રથમ મેચમાં મેં દર્શકોને નિરાશ કર્યા હતા, પરંતુ રવિવારે તેનો બદલો ચોક્કસ લઇશ.

You might also like