ઈન્ટરનેટ સર્વિસ પ્રોવાઇડર્સને 827 પોર્ન વેબસાઈટ બંધ કરવા આદેશ

નવી દિલ્હી: કેન્દ્ર સરકારે ઉત્તરાખંડ હાઇકોર્ટના આદેશ બાદ ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઇડર્સ (આઇએસપી)ને અશ્લીલ અને બીભત્સ કન્ટેન્ટ્સ દર્શાવતી ૮ર૭ પોર્ન વેબસાઇટ બંધ કરવાનો આદેશ કર્યો છે.

સત્તાવાર સૂત્રોના જણાવ્યા અનુસાર ઉત્તરાખંડ હાઇકોર્ટે તાજેતરમાં અશ્લીલતા ફેલાવતી ૮પ૭ વેબસાઇટ બંધ કરવાનો આદેશ કર્યો હતો. જોકે ઇલેકટ્રોનિક્સ અને ઇન્ફર્મેશન ટેકનોલોજી મંત્રાલયે ૮ર૭ જ વેબસાઇટ બંધ કરવા માટે આદેશ કર્યો છે. તપાસ પરથી એવું જાણવા મળ્યું છે કે ૮પ૭માંથી ૩૦ વેબસાઇટ પર અશ્લીલ કન્ટેન્ટ્સ જોવા મળી નથી.

ઇલેકટ્રોનિકસ અને ઇન્ફર્મેશન ટેકનોલોજી મંત્રાલયે દૂરસંચાર વિભાગને ૮ર૭ વેબસાઇટ બંધ કરવા જણાવ્યું છે. આ વેબસાઇટના નામની યાદી મંત્રાલયે દૂરસંચાર વિભાગને લખેલા પત્રમાં મોકલી છે.

દૂરસંચાર વિભાગે ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઇડરને જારી કરેલા આદેશમાં જણાવ્યું છે કે તમામ લાઇસન્સવાળા ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઇડર નામદાર હાઇકોર્ટના આદેશનો અમલ કરે અને મંત્રાલયની સૂચના અનુસાર ૮ર૭ વેબસાઇટને બંધ કરવા તાત્કાલિક કાર્યવાહી કરે.

ઉત્તરાખંડ હાઇકોર્ટે ર૭ સપ્ટેમ્બર, ર૦૧૮ના રોજ આ વેબસાઇટ બંધ કરવાનો આદેશ કર્યો હતો અને ઇલેકટ્રોનિકસ અને ઇન્ફર્મેશન ટેકનોલોજી મંત્રાલયને આ આદેશ ૮ ઓકટોબરના રોજ પ્રાપ્ત થયો હતો. મંત્રાલયે ટેલિકોમ વિભાગને જાણ કરી છે કે ટેલિકોમ વિભાગની ૩૧ જુલાઇ, ર૦૧પથી નોટિસ અનુસાર હાઇકોર્ટે ૮પ૭ વેબસાઇટ બંધ કરવાનો આદેશ કર્યો છે.

ટેલિકોમ વિભાગે ૪ ઓગસ્ટ, ર૦૧પના રોજ પોતાના આદેશમાં ફેરફાર કર્યો હતો અને જણાવ્યું હતું કે ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઇડર્સ આ ૮પ૭ વેબ લિંક્સ અથવા યુઆરએલમાં આવી લિંક્સ અથવા યુઆરએલને બંધ નહીં કરવા પર સ્વતંત્ર છે, જેના પર અશ્લીલ કન્ટેન્ટ્સ દેખાતા નથી.

You might also like