બ્રેસ્ટ કેન્સર અવેરનેસ માટે બનાવી અનોખી બ્રા, કલેક્શનની થશે હરાજી

અમેરિકાનાં વર્જિનિયામાં એક સ્વૈચ્છિક સંસ્થા બ્રેસ્ટ કેન્સર માટેની જાગૃતિ માટે છેલ્લાં ૧ર વર્ષથી ખાસ ઇવેન્ટ યોજે છે. આ ઇવેન્ટમાં સંસ્થા દ્વારા લોકોને વિવિધ પ્રકારની બ્રા ડિઝાઇન કરવાનું કહેવામાં આવે છે. આ ઇવેન્ટમાં ભાગ લેવા માટે ડિઝાઇનર હોવું જરૂરી નથી, પરંતુ ક્રિએટિવિટી હોય એટલું કાફી છે.

સ્ત્રીઓમાં સ્તન કેન્સરનું નિદાન વહેલું થઇ જાય તે માટેની જાગૃતિ માટે આ કાર્યક્રમ યોજવામાં આવે છે. લોકો કોઇ પણ ચીજનો ઉપયોગ કરીને સ્ત્રીઓ પહેરી શકે એવું આંતઃવસ્ત્ર ડિઝાઇન કરી શકે છે.

આ વર્ષે પણ સેંકડોની સંખ્યામાંં લોકોએ ભાગ લીધો છે. આ વીકએન્ડ દરમ્યાન બેસ્ટ ક્રિએશનનો એવોર્ડ યોજાશે અને એ પછી બધા જ પીસનું ઓક્શન થશે. બ્રાની હરાજીમાંથી પેદા થયેલી રકમ બ્રેસ્ટ કેન્સરના ચેરિટી વર્કમાં વપરાશે.

You might also like