ભારતમાં સાત જગ્યાએ બ્લાસ્ટ કરવાની આતંકી યોજના ફ્લોપ

નવી દિલ્હી : અમેરિકાની ટોપની તપાસ સંસ્થા સીઆઇએની મદદથી ભારતે મોટી સફળતા મેળવી લીધી  છે. આઇએસના ત્રાસવાદીઓ ભારતમાં સાત જગ્યાએ બ્લાસ્ટ કરવાની યોજના ધરાવતા હતા. બાતમી મળ્યા બાદ શુક્રવારના દિવસે દેશભરમાં વ્યાપક દરોડા પાડવામાં આવ્યા હતા જેમાં મોટા પ્રમાણમાં ત્રાસવાદીઓ ઝડપાઇ ગયા હતા. એનઆઇએની તપાસ કામગીરીમાં ૨૦ ત્રાસવાદીઓ ઝડપાઇ ગયા હતા. આવુ પ્રથમ વખત બન્યુ છે જયારે આઇએસની ભારતમાં આટલા મોટા પાયે હાજરીના પુરાવા મળ્યા છે.

 

આ શંકાસ્પદો કોડવર્ડમાં વાતચીત કરી રહ્યા હતા અને એકબીજા સાથે આ જ કોડ ભાષા દ્વારા સંપર્કમાં હતા. સીઆઈએ ને કોઈપણ પ્રકારે આ વાતચીતની જાણ થઈ. તેનો કોર્ડવર્ડ હતો ‘૭ કલશ રખ દો’. સીઆઈએ એ તેને ડિકોડ કર્યો અને ભારતીય એજન્સીઓને એલર્ટ કરી. ૭ કળશની અર્થ સાત સ્થળો પણ બ્લાસ્ટ કરવાનો થાય છે સૂત્રોના જણાવ્યા પ્રમાણે સીઆઈએ સતત પશ્ચિમી એશિયામાં કોમ્પ્યુટર અને ફોન પર આઈએસની ગતિવિધિઓ પર નજર રાખી રહ્યુ છે.

 

ગયા સપ્તાહે સીઆઈએ તરફથી મળેલી આ જાણકારીના આધારે જ આપણી સુરક્ષા એજન્સીઓએ આઈએસના સેલને ધ્વસ્ત કરવામાં સફળતા મળી છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે સિરિયા અને ઈરાકમાં આઈએસ જે હજારો કોમ્પ્યુટર અને સ્માર્ટફોનનો ઉપયોગ કરી રહ્યા છે. તેના આઈપી એડ્રેસ પર સીઆઈઓની નજર છે. આઈએસના લોકો કેટલાક આઈપી એડ્રેસનો ઉપયોગ ફેસબુક માટે કરી રહ્યા છે. તેમાનો એક હતો આઈએસનો કમાન્ડર શાફી અરમાર હતો.

 

જેનુ નામ કોડ નેમ યુસુફ અલ હિન્દી હતુ. તેણે જ ભારતમાં અખલાક ઉર રહેમાન સાથે વાત કરી હતી. ત્યાર બાદ તેના સહિત ચાર લોકોની ધરપકડ કરી હતી. પ્રાપ્ત અહેવાલ મુજબ સીઆઇએને આઇએસના શકમંદો વચ્ચે કોડમાં ચાલી રહેલી વાતચીત અંગે માહિતી મળી હતી. જેમાં કહેવામાં આવી રહ્યુ હતુ કે સાત કલશ રખ દો. સીઆઇએ દ્વારા ભારતીય તપાસ સંસ્થાને સાવધાન કરી દેવામાં આવી હતી. અમેરિકી તપાસ સંસ્થા પણ પશ્ચિમ એશિયામાં કોમ્પ્યુટર અને ફોન પર આઇએસની ગતિવિધી પર નજર રાખી રહી છે.

 

ગયા સપ્તાહમાં જ સીઆઇએ તરફથી બાતમી મળ્યા બાદ આ સફળતા મળી છે. સીઆઇએ હાલમાં સિરિયા અને ઇરાકમાં આઇએસ દ્વારા ઉપયોગ કરવામાં આવી રહેલા સેંકડો કોમ્પ્યુટર અને સ્માર્ટ ફોનના આઇપી પર નજર રાખી છે. અત્રે ઉલ્લેખનીય છે કે પ્રજાસત્ત્।ાક દિવસ આડે ગણતરીના દિવસો રહ્યા છે ત્યારે રાષ્ટ્રવ્યાપી દરોડાનો દોર હુમલાની દહેશત વચ્ચે હાથ ધરવામાં આવ્યો છે. એનઆઈએની ટીમે રાજય પોલીસ દળો અને કેન્દ્રીય સુરક્ષા સંસ્થાઓની સાથે મળીને વ્યાપક દરોડા ગઇકાલે પાડયા હતા.

 

જેના ભાગરુપે પ્રતિબંધિત આઈએસ ત્રાસવાદી સંગઠનના ૨૦થી વધુ સહાનુભૂતિવાળા લોકોની ધરપકડ કરવામાં આવી છે. આઈએસ પ્રત્યે સહાનુભૂતિ ધરાવનાર આ શખ્સોની ધરપકડ કરવામાં આવ્યા બાદ ઊંડી તપાસ હાથ ધરવામાં આવી છે. ઝડપાઈ ગયેલા લોકોમાં જાતે બની બેઠેલા ચીફ અમીરનો સમાવેશ થાય છે. વિવિધ રાજયોમાં કાર્યવાહીનો દોર હાલ જારીરહે તેવી શકયતા છે. તમામ ગુપ્ત અને શંકાસ્પદ સ્થળો પર દરોડા પડાઇ રહ્યા છે

You might also like