નાઇજિરિયા: મસ્જિદમાં ફિદાયીન હુમલો, 22નાં મોત

મૈદુગીરી: નાઇજિરિયાના મૌદુગુરીની એક મસ્જિદ પર થયેલા બે ફિદાયીન હુમલામાં 22 લોકોના મોત નિપજ્યાં છે. હુમલામાં 18 લોકોને ગંભીર ઇજા પહોંચી છે. હુમલા પાછળ આતંકવાદી સંગઠન બોકો હરામનું નામ આવી રહી છે. બંને હુમલાવર મહિલા હતી, જે પુરૂષના વેશમાં આવી હતી.

મળતી માહિતી અનુસાર મૈદુગુરીના ઉમરારી ગામની મસ્જિદમાં જ્યારે સવારની નમાજ અદા કરવામાં આવી રહી હતી, ત્યારે ફિદાયીન હુમલો થયો હતો. એક આતંકવાદી મસ્જિદની અંદર ઘુસવામાં રહ્યો હતો, જ્યારે બીજાએ મસ્જિદ બહાર પોતાને ઉડાવી દીધો હતો.

મસ્જિદની અંદર ઘુસેલા ફિદાયીન હુમલાવરે પહેલા પોતાને ઉડાવ્યો. ત્યારબાદ લોકો જીવ બચાવીને મસ્જિદમાંથી બહાર ભાગ્યા તો બહાર બીજા ફિદાયીને પોતાને ઉડાવી દીધો હતો. જેથી 22 લોકોના મોત નિપજ્યા હતા. ધમાકા બાદ મસ્જિદમાં અફરા-તફરી મચી ગઇ હતી.

જે જગ્યાએ હુમલો થયો. અહીં નાઇજિરિયાઇ આર્મીના કમાંડ સેંટર છે. અને અહીંથી બોકો હરામ વિરૂદ્ધ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. આ વર્ષે જાન્યુઆરી મહિનામાં પણ આ વિસ્તારમાં બોકો હરામના હુમલામાં 65 લોકોના જીવ ગયા હતા.

You might also like