ટીવીમાં ધડાકા બાદ ભીષણ અાગ લાગતાં પાંચ મકાનો બળીને ખાખ

અમદાવાદ: બોરસદ તાલુકાના કાવિઠા ગામે એક મકાનમાં ટીવીમાં ધડાકો થયા બાદ ભીષણ અાગ લાગતા અાગના વિકરાળ સ્વરૂપે અાજુબાજુના ચાર મકાનોને લપેટમાં લઈ લેતાં મકાનો બળીને ખાક થઈ ગયા હતા. અા ઘટનાને પગલે ભારે દોડધામ મચી ગઈ હતી.અા અંગેની વિગત એવી છે કે બોરસદ તાલુકાના કાવિઠા ગામે અાવેલ વાળાફળિયાના એક મકાનમાં ટીવીમાં ધડાકો થયો હતો. ટીવીમાં ધડાકો થયા બાદ અાગ લાગી હતી. જોતજોતામાં જ અાગે વિકરાળ સ્વરૂપે ધારણ કરી અાજુબાજુનાં ચાર મકાનોને લપેટમાં લેતાં ભયની લાગણી પ્રસરી હતી અને લોકોએ નાસભાગ કરી મૂકી હતી. મકાનમાં અાગ લાગવાના કારણે ગેસના સિલિન્ડરો પણ ધડાકા સાથે ફાટ્યા હતા.

બનાવની જાણ થતાં જ ફાયરબ્રિગેડના જવાનોએ સાધનસામગ્રી સાથે તાત્કાલીક પહોંચી જઈ સતત પાણીનો મારો ચલાવી અાગને કાબૂમાં લીધી હતી. સદનસીબે અા ઘટનામાં કોઈ જાનહાનિ કે કોઈને ઈજા થવા પામી ન હતી. અાગમાં મકાનની તમામ ઘરવખરી બળીને ખાખ થઈ જતા લાખો રૂપિયાના નુકસાનનો અંદાજ સેવાઈ રહ્યો છે. પોલીસે અા અંગે અાગળની કાર્યવાહી હાથ ધરી છે.

You might also like