સોમાલિયામાં બ્લાસ્ટ, 12નાં મોત

સોમાલિયાની રાજધાની મોગાદિસુના એરપોર્ટ નજીક બે આત્મઘાતી વિસ્ફોટ થતાં 12ના મોત થયા છે. એરપોર્ટ પાસે તૈનાત આફ્રિકન યુનિયનના સૈન્યને નિશાન બનાવી આ વિસ્ફોટ કરવામાં આવ્યા છે. મોગાદિસુ એરપોર્ટ પાસેના એયુ સેનાના મથક બહાર પ્રવેશ દ્વારે પ્રથમ વિસ્ફોટ થયો હતો. જ્યારે બીજો વિસ્ફોટ પાસેના ચેકપોઈન્ટ નજીક થયો હતો. આ ચેકપોઈન્ટની સુરક્ષા સોમાલિયા સરકારની સેના હસ્તક છે.

સરકારી પ્રવક્તા અબ્દીફતાહ ઓમર હલાનના જણાવ્યા અનુસાર બે આત્મઘાતી હુમલામાં 13 જણાંના મોત થયા છે. વિસ્ફોટમાં નવ સૈનિકો અને ચાર સામાન્ય નાગરિકના મોત થયા હતાં. આતંકવાદી સંગઠન અલ શબાહે આ હુમલાની જવાબદારી સ્વીકાર છે.

આતંકવાદી સંગઠનના પ્રવક્તા અબ્દુલઅઝીજ અબુ મસ્કાબે જણાવ્યું હતું કે અમારા મુજાહિદીનોએ વિદેશી દળોના મથકને નિશાન બનાવ્યું છે. અમે તેમના અસંખ્ય લોકોને મારી નાખ્યા છે. અશાંત સોમાલિયામાં શાંતિ જાળવી રાખવા કેન્યા, ઈથોપિયા, યુગાન્ડા, બુરુન્ડી તથા જીબુતી સહિતના એયુના 20,000 જેટલા સૈનિકો તૈનાત કરાયા છે. એયુ સેનાએ અલ શબાબના આતંકીઓને રાજધાની મોગાદીસુ બહારી હાંકી કાઢ્યા છે.

You might also like