હરિયાણાના ફતેહાબાદમાં પ્રાઇવેટ બસમાં બ્લાસ્ટ, 15 લોકો ઘાયલ

ફતેહાબાદ: હરિયાણાના ફતેહાબાદ જિલ્લાના ભૂના રોડ પર મંગળવારે એક બસમાં બ્લાસ્ટ થઇ ગયો. જે લોકોએ આ બ્લાસ્ટ જોયો છે તેમને જણાવ્યું છે કે આ ઘટનામાં અત્યાર સુધી 15 લોકો ઘાયલ થયા છે.


શરૂઆતના રિપોર્ટ પ્રમાણે ફતેહાબાદમાં એક પ્રાઇવેટ બસમાં આ ધડાકો થયો હતો. આ ધડાકો કયા કારણોથી થયો તે હજુ સુધી જાણવા મળ્યું નથી.

નોંધનીય છે કે આ પહેલા 26 મે ના રોજ કુરુક્ષેત્રના પીપલીની પાસે હરિયાણા રોડવેઝની ચાલતી બસમાં જોરદાર ધડાકો થયો હોવાને કારણે 6 લોકોને ઇજા પહોંચી હતી. આ હલ્કી ક્ષમતા વાળો LED ધડાકો હતો.

You might also like