પાકિસ્તાની બજારમાં વિસ્ફોટથી 20નાં મોત 40 ઘાયલ

પેશાવર : પાકિસ્તાનમાં એક શાકભાજીની માર્કેટમાં બોમ્બ વિસ્ફોટ થતા 20 લોકોનાં મોત નિપજ્યા છે. વિસ્ફોટ પારાચિનાર શહેરમાં શનિવારે થયો હતો. રિપોર્ટ અનુસાર તેમાં લગભગ 40 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. અધિકારીક સુત્રોએ કહ્યું કે મરનારાઓની સંખ્યા વધી શકે છે.

પાકિસ્તાનનાં ઉત્તર પશ્ચિમ શહેર પારાચિનારમાં માર્કેટને નિશાન બનાવીને આઇઇડી વિસ્ફોટ થયો હતો. રિપોર્ટ અનુસાર બજારમાં તે સમયે ઘણી ભીડ હતી. પાકિસ્તાનનો આ વિસ્તાર શિયા બહુમતી વિસ્તાર છે, સાથે અફઘાનિસ્તાનની સીમા સાથે જોડાયેલો છે.

જો કે હજી સુધી હૂમલાની જવાબદારી કોઇ આતંકવાદી સંગઠને લીધી નથી. જો કે આની પાછળ તાલિબાની આતંકવાદીઓને હાથ હોવાની શક્યતાઓ છે. પહેલા પણ તાલિબાની આતંકવાદીઓ આ વિસ્તારમાં બોમ્બ વિસ્ફોટ કરી ચુક્યા છે.

You might also like