ભાવનગર નિરમા કંપનીમાં બ્લાસ્ટથી બેના મોત

ભાવનગર: ભાવનગર ખાતે આવેલી નિરમા કંપનીમાં ઓઈલ ટેન્કરનું વેલ્ડીંગ કામ ચાલી રહ્યું હતું ત્યારે ત્યાં બ્લાસ્ટ થયો છે. જેમાં બે મજૂરોના મોત થયા છે. જ્યારે 6 લોકોને ઇજા થઇ છે. ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા છે. જ્યારે ઘટના સ્થળે ફાયર ટીમ પહોંચી ગઇ છે.

સવારે ભાવનગરમાં આવેલી નીરમા ફેક્ટરીમાં સેક્ટર 200 નજીક ઓઈલ ટેન્કરનું વેલ્ડિંગ કામ ચાલી રહ્યું હતું. તે દરમિયાન અચાનક બ્લાસ્ટ થયો હતો જેમાં બે લોકોના મોત નિપજ્યા છે. જ્યારે 6થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે. બ્લાસ્ટને કારણે ફેક્ટરીમાં ભાગદોડ થઇ ગઇ હતી. જોકે ફાયર ફાઇટર ટીમે ઘટના સ્થળે પહોંચીને પરિસ્થિતિ કાબુમાં લઇ લીધી હતી.

home

You might also like