નાઈઝિરિયાના ફ્રૂટ માર્કેટમાં બ્લાસ્ટઃ ૩૨નાં મોત, ૮૦ ઘાયલ

નાઈઝિરિયા: નોર્થ ઇસ્ટ નાઇઝિરિયાના એક ફ્રૂટ માર્કેટમાં ગઈકાલે મોડી રાત્રે થયેલા બ્લાસ્ટમાં ૩૨ લોકો મૃત્યુ પામ્યા છે જ્યારે ૮૦ લોકો ઘાયલ થયા છે. બ્લાસ્ટ લોકલ સમય મુજબ રાત્રે ૮.૦૦ વાગ્યાની અાસપાસ અદામાવા રાજ્યની રાજધાની યોલામાં થયા. ઘટના સ્થળે સિક્યુરિટી ફોર્સ પહોંચી ચૂકી છે અને બચાવ કામ ચાલુ છે.

અત્યાર સુધી કઈપણ અાતંકી સંગઠને હુમલાની જવાબદારી લીધી નથી. નાઈઝિરિયાની રેડ ક્રોસ અને નેશનલ ઇમર્જન્સી મેનેજમેન્ટ એજન્સીઅે અા બ્લાસ્ટની પાછળ અાતંકી સંગઠને બોકોહરમનો હાથ હોવાની શંકા વ્યક્ત કરી છે. િવતેલા છ વર્ષોમાં ઇસ્લામિક અાતંકી સંગઠન બોકોહરમ નાઈઝિરિયાના નોર્થ ઇસ્ટ રાજ્યોમાં ઇસ્લામિક સીરિયા કાયદો લાગુ કરવા માટે સૈકડો લોકોની હત્યા કરી ચૂક્યું છે.

નેમાના રિજનલ પ્રવક્તા અલહાજીઅે જણાવ્યું કે બોકોહરમે થોડા અઠવાડિયા પહેલા ચેડ, નાઈઝર અને કેમરુન શહેરોમાં અાત્મઘાતી હુમલાઅો કર્યા હતા. અા પહેલા અોક્ટોબરમાં બોકોહરમે બોલા અને મેન્ડુહુરીમાં હુમલા કર્યા હતા જેમાં ૩૭ લોકો મૃત્યુ પામ્યા હતા. નાઈઝિરિયાના રાષ્ટ્રપતિ મોહમંદ બુખારી દ્વારા અાતંકી સંગઠનોને ખતમ કરવાના એલાન બાદથી બોકોહરમ ૧૦૦૦થી વધુ લોકોની હત્યા કરી ચૂક્યું છે. નાઇઝિરિયા અાર્મી સતત બોકોહરમના કબજાવાળા વિસ્તારમાં કાર્યવાહી કરી રહી છે.

You might also like