લાહોરમાં બ્લાસ્ટથી 8 ના મોત, 35 ઘાયલ

લાહોર: પાકિસ્તાનનું શહેર લાહોરમાં એક વખત ફરીથી બ્લાસ્ટ થયો છે. આ વખતે શહેરના ડિફેન્સ વિસ્તારમાં બ્લાસ્ટની સમાચાર પ્રાપ્ત થાય છે. આ બ્લાસ્ટમાં અત્યાર સુધી 8 લોકોના મોત થયા છે અને 35 ઘાયલ થયા હોવાનું જાણવા મલ્યું છે.

પાકિસ્તાન પંજાબના પોલીસ અધિકારીએ પુષ્ટિ કરી છે કે આ એક બોમ્બ બ્લાસ્ટ હતો. આ પહેલા સૂબાની સરકારે એને જેનેરેટરનો બ્લાસ્ટ કહ્યો હતો. આ બાબતે પોલીસે જણાવ્યું કે બ્લાસ્ટ માટે આશરે 10 કિલો વિસ્ફોટકોને ટાઇમર સાથે જોડવામાં આવ્યો હતો.

કેટલાક સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો અનુસાર બ્લાસ્ટ એક બાંધકામ હેઠળના બિલ્ડીંગમાં થયો હતો અને કેટલાક લોકો કાટમાળની નીતે દબાયા છે. લાહોરની હોસ્પિટલમાં ઇમરજન્સી જાહેર કરી દેવામાં આવી છે. ઘાયલોને સારવાર માટે હોસ્પિટલ લઇ જવામાં આવ્યા હતાં. 13 ફેબ્રુઆરીના રોજ લાહોરના માલ રોડ પર થયેલા બ્લાસ્ટમાં 16 લોકો માર્યા ગયા હતા.

visit: http://sambhaavnews.com/

You might also like