કાબુલમાં ભારતીય દૂતાવાસ પાસે વિસ્ફોટ, 50 ઇજાગ્રસ્ત

કાબુલઃ બુધવારે અફગાનિસ્તાનની રાજધાની કાબુલ એક મોટા બોમ્બ વિસ્ફોટથી હચમચાવી ગયું છે. મળતી માહિતી મુજબ વજીર અકબર ખાન વિસ્તારમાં વિસ્ફોટોથી ભરેલી એક કારમાં ઘડાકો થયો હતો. ઘટનાસ્થળથી  ભારતીય દૂતાવાસ 1.5 કિલોમીટર દૂર છે. અહીંથી રાષ્ટ્રપતિ ભવન પણ નજીક છે. આ સિવાય અન્ય દેશોના દૂતાવાસ પણ આ ક્ષેત્રથી નજીક છે. મીડિયા રિપોર્ટ પ્રમાણે આ ઘડાકામાં 50 લોકો માર્યા કે ઇજાગ્રસ્ત થયા હોવાના સમાચાર છે. જોકે વિસ્ફોટ બાદ ભારતીય દૂતાવાસ સુરક્ષિત છે. બારીઓને થોડુ નુકશાન ચોક્કસ થયું છે. ઘટના બાદ ભારતીય વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજે ટવિટ કર્યું છે કે ઇશ્વરની કૃપા છે કે કાબુલમાં થયેલા વિસ્ફોટ બાદ તમામ ભારતીયો સુરક્ષિત છે.

સોશિયલ મીડિયા પર આ ઘટનાના ફોટા વાયરલ થઇ રહ્યાં છે. જેમાં શહેરની વચ્ચો વાચ કાળો ધુમાડો આકાશ તરફ જઇ રહ્યો છે.

You might also like