કેમિકલ કંપનીમાં બ્લાસ્ટ થતાં ચાર કર્મચારીઓ ગંભીરપણે દાઝી ગયા

અમદાવાદ: અંક્લેશ્વર જીઅાઈડીસીમાં અાવેલી એક કેમિકલ કંપનીમાં જોરદાર બ્લાસ્ટ થતાં લાગેલી અાગમાં ચાર કર્મચારીઓ ગંભીરપણે દાઝી જતાં અા ચારેયને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં અાવ્યા છે. જેમાંથી બેની સ્થિતિ નાજુક હોવાનું જાણવા મળે છે.
પ્રાપ્ત માહિતી અનુસાર અા અંગેની વિગત એવી છે કે અંક્લેશ્વર જીઅાઈડીસીમાં અાવેલ કેમક્રસ એન્ટરપ્રાઈઝ લિમિટેડ નામની કંપનીમાં મોડી રાતે કેમિકલ પ્રોસેસની કાર્યવાહી દરમિયાન અચાનક જ ધડાકા સાથે રિએક્ટર ફાટ્યું હતું. કંપનીમાં બ્લાસ્ટ થતાં જ કર્મચારીઓએ ભયના કારણે નાસભાગ કરી મૂકી હતી. બ્લાસ્ટ થવાના કારણે લાગેલી અાગમાં ચાર કર્મચારીઓ ગંભીરપણે દાઝી જતાં તેઓને અંક્લેશ્વરની સરકારી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં અાવ્યા છે. ઘટનાની જાણ થતાં જ ફાયરબ્રિગેડના કર્મચારીઓએ તાત્કાલિક ફાયર ફાઈટરો અને વોટર ટેન્કરો સાથે જીઅાઈડીસી ખાતે પહોંચી જઈ સતત પાણીનો મારો ચલાવી ભારે જહેમત બાદ અાગને કાબૂમાં લીધી હતી.

You might also like