સેન્ટ્રલ પેરિસમાં વિસ્ફોટ : સંપુર્ણ વિસ્તારને પોલીસે કરાવ્યો ખાલી

પેરિસ : ફ્રાંસની રાજધાની પેરિસ એકવાર ફરીથી વિસ્ફોટથી ધણધણી ઉઠ્યું છે. હાલમાં જ આવી રહેલા સમાચારો અનુસાર સેન્ટ્રલ પેરિસનાં એક એપાર્ટમેન્ટમાં વિસ્ફોટ થયો હોવાનું બહાર આવી રહ્યું છે. આ ઘટના સામે આવ્યા બાદ સમગ્ર વિસ્તારને ઝડપી રીતે ખાલી કરાવી નાખવામાં આવ્યો હતો. આ સાથે જ સોશ્યલ મીડિયા પર પણ સેન્ટ્રલ પેરિસમાં થયેલા વિસ્ફોટનાં સમાચારો છવાયેલા છે. હાલ તો એ તસ્વીર સોશ્યલ મીડિયા પર વાઇરલ થઇ છે જેમાં એક એપાર્ટમેન્ટમાંથી આગ લાગી હોય અને તેનાં ધુંમાડા ઉપર ચડી રહ્યા હોય તેવું જોઇ શકાય છે.

જણવાઇ રહ્યું છે કે આ વિસ્ફોટ એક રહેણાંક વિસ્તારમાં થયો છે. આ વિસ્ફોટ બાદ પોલીસે સૌ પ્રથમ તો આસપાસનાં તમામ રહેવાસીઓને બહાર કાઢીને આ સંપુર્ણ વિસ્તાર ખાલી કરાવી દીધો છે. આસપાસનાં તમામ લોકોને સુરક્ષીત સ્થળે ખસેડવામાં આવી રહ્યા છે. બીજી તરફ પોલીસે એપાર્ટમેન્ટમાં પહોંચી ચુકી છે અને વિસ્ફોટનું કારણ જાણવા માટેનાં પ્રયાસો કરી રહી છે. પોલીસનું કહેવું છે કે વિસ્ફોટની પાછલનું કારણ ગેસ લીક હોવાનાં કારણે થયો હોય તેવું લાગી રહ્યું છે.

આ વિસ્ફોટમાં 5 લોકોનાં ઘાયલ થયાનાં સમાચાર છે. જે ઇમારતમાં વિસ્ફોટ થયો તે પેરિસની સ્ટોક એક્સચેન્જ અને એજન્સી ફ્રાંસ પ્રેસની નજીક આવેલી છે. ઉલ્લેખનીય છેકે ગત્ત વર્ષે 13 નવેમ્બરમાં પેરિસનાં બાટાક્લાં અને નેશનલ સ્ટેડિયમમાં સીરિયલ બ્લાસ્ટ થયા હતા. જેમાં 130 લોકોનાં મોત નિપજ્યા હતા. જ્યારે 300થી વધારે લોકો ઘાયલ થયા હતા. તે સમયે પેરિસ હૂમલાની જવાબદારી આઇએસઆઇએસ દ્વારા સ્વિકારવામાં આવી હતી.

You might also like