નેપાળ: હાઇડ્રો પાવર પ્લાન્ટમાં બ્લાસ્ટ, PM મોદી કરવાના છે ઉધ્ધાટન

નેપાળમાં ભારત સરકારે શરૂ કરેલા હાઇડ્રો ઇલેકટ્રિસિટી પાવર પ્લાન્ટ કાર્યાલય પર અજાણ્યા હુમલાખોરોએ બ્લાસ્ટ કર્યો છે. આ પ્રોજેક્ટનું 11મેના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાનાં નેપાળ પ્રવાસ દરમિયાન ઉધ્ધાટન કરવાના હતા. 900 મેગાવોટના પ્રોજેક્ટનું સંચાલન 2020 સુધીમાં શરૂ થવાનું હતુ.

એક મળતા અહેવાલ મુજબ બ્લાસ્ટમાં બિલ્ડીંગની દિવાલ ધરાશયી થઇ ગઇ છે. આ ઘટનાની જાણકારી આપતા મુખ્ય જિલ્લા અધિકારી શિવરાજ જોશીએ કહ્યું કે અજાણ્યા હુમલાખોરોએ અરૂણ તૃતીય પરિયોજનાના કાર્યાલય પર હુમલો કર્યો. આ પરિયોજનાનું વડાપ્રધાન નરેન્દ્ર મોદી 11મેના રોજ નેપાળ પ્રવાસ દરમિયાન ઉધ્ધાટન કરવાના હતા.

આ પ્રોજેકટ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને તત્કાલીન નેપાળના વડાપ્રધાન સુશીલ કોઇરાલા વચ્ચે 25 નવેમ્બર 2014ના રોજ સમજૂતિ થઇ હતી. ભારતની સાર્વજનિક ક્ષેત્ર કંપની સતલુજ જલ વિદ્યુત નિગમે આ સમજૂતિ પર કરાર કર્યા હતા. આ પ્રોજેકટ 2020 સુધીમાં શરૂ થવાનો હતો.

આ વિસ્ફોટ બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેપાળ પ્રવાસ પર સવાલ ઉભો થઇ ગયો છે. નેપાળમાં ભારતીય સંપત્તિ પર એક મહિનાની અંદર આ બીજો હુમલો થયો છે. ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી 11 અને 12 મેના રોજ નેપાળના પ્રવાસે જવાના છે.

You might also like