બ્લાસ્ટના આરોપી આલમઝેબની ધરપકડ કરવા ક્રાઈમે ટ્રાન્સફર વોરન્ટ મેળવ્યું

અમદાવાદઃ અમદાવાદમાં ર૦૦૮માં થયેલા સિરિયલ બ્લાસ્ટ કેસમાં જુહાપુરામાં રહેતા વોન્ટેડ આલમઝેબ આફ્રિદીની બેંગલોરથી ધરપકડ કરવા માટે ક્રાઈમ બ્રાન્ચે મેટ્રોપોલીટન કોર્ટમાંથી ટ્રાન્સફર વોરન્ટ મેળવ્યું છે. ક્રાઈમ બ્રાન્ચની એક ટીમ આરોપી આલમઝેબ આફ્રિદીને લેવા માટે બેંગલોર રવાના થશે. બેંગલોરમાં આલમઝેબ આ‌િફ્રદી ૮મી સુધી રિમાન્ડ ઉપર છે.  અમદાવાદ શહેરમાં ર૦૦૮માં થયેલા સિરિયલ બ્લાસ્ટમાં 59 લોકોનાં મોત નિપજ્યા હતા. જ્યારે ર૦૦ જેટલાને ગંભીર ઈજાઓ પહોંચી હતી, જેમાં ઈ‌િન્ડયન મુજાહિદ્દીન ત્રાસવાદી જૂથના તબક્કાવાર ૭૭ આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. તાજેતરમાં એનઆઈએ બેંગલોરમાંથી આલમઝેબ આફ્રિદીને ઝડપી લીધો હતો.

You might also like