અમેરિકી વિજ્ઞાનીઓએ તૈયાર કર્યુ એવું બ્લેન્કેટ જે તાપમાનને કરશે નિયંત્રિત

વોશિંગ્ટનઃ સમુદ્રી જીવોની ત્વચાની અભૂતપૂર્વ કાર્યક્ષમતાને જોતાં સંશોધકોએ એક એવું બ્લેન્કેટ વિકસાવ્યું છે કે જેનાથી તાપમાન નિયંત્રિત કરી શકાય. યુઝર્સ તેના તાપમાનને બહારના તાપમાનને અનુકૂળ કરી શકે છે. ઉલ્લેખનીય છે કે સમુદ્ર કે પાણીમાં રહેનારા જીવોની ત્વચાની ખાસિયત એ હોય છે કે તેઓ પાણીના તાપમાનને અનુરૂપ ખુદને ઢાળી લે છે. તેમની આ ક્ષમતાને જોતાં અમેરિકી સંશોધકોએ આ બ્લેન્કેટ વિકસાવ્યું છે.

યુનિવ‌િર્સટી ઓફ કેલિફોર્નિયાના એસોસીએટેડ પ્રોફેસર એલોને જણાવ્યે કે દાયકાઓથી અમે જે બ્લેન્કેટનો પ્રયોગ કરી રહ્યા છીએ તેની ખામી એ છે કે તે સ્થિર છે. તાપમાનને અનુરૂપ તેમાં પરિવર્તન લાવી શકાતું નથી. અમારે એક એવા બ્લેન્કેટની જરૂર હતી, જેના તાપમાનને શરીરને અનુરૂપ લાવી શકાય છે. ત્યારબાદ સંશોધકોએ એક એવી ડિઝાઇન બનાવી દે સમુદ્રી જીવોની જેમ પોતાનું તાપમાન આવશ્યકતા અનુસાર બદલી લે છે.

સેફેલોપોડ નામના સમુદ્રી જીવમાં ઝડપથી પોતાનો રંગ બદલવાની એક વિશિષ્ટ ક્ષમતા હોય છે, જેના પરથી તે પોતાના શરીરનો રંગ મિનિટોમાં બદલી શકે છે. યુસીઆઇની વિદ્યાર્થિની ઇવીકા લિયુંગે કહ્યું કે સેફેલોપોડની જેમ અમે અમારા સંશોધન માટે અમે આઇલેન્ડ નામની ધાતુ પર પ્રયોગ કર્યો. જ્યારે આરામ કરવો હોય ત્યારે બ્લેન્કેટ સાથે જોડી દેવાય છે અને તે ધાતુ ગરમી ઉત્પન્ન કરવા લાગે છે.

You might also like