Public Review: બ્લૅન્ક : આતંકવાદ પરની જબરજસ્ત સસ્પેન્સ અને થ્રિલર ફિલ્મ

ફિલ્મનું ડાયરેક્શન ખૂબ જ કમાલનું છે. ફિલ્મની શરૂઆતથી જ સની દેઓલ અને કરણ કાપડિયાએ શાનદાર એક્ટિંગ કરી છે, ફિલ્મની સાથે જ તેમણે પણ પોતાનાં પાત્રો પર ગ્રીપ જમાવી છે. હું આ ફિલ્મને ૩ સ્ટાર આપીશ.
મલ્લિકા સરૈયા, નવરંગપુરા

ફિલ્મની સ્ટોરીમાં ઘણા ટ્વિસ્ટ એન્ડ ટર્ન્સ આવે છે અને છેલ્લે એક મોટું સસ્પેન્સ સામે આવે છે, જ્યારે સની દેઓલ એટીએસના હેડની ભૂમિકામાં બેસ્ટ લાગે છે. ફિલ્મની સ્ટોરીલાઈન અને અન્ય કલાકારોના અભિનય પણ બેસ્ટ છે. હું આ ફિલ્મને ૩.૫ સ્ટાર આપીશ.
દિશા વાલા, સેટેલાઇટ

ફિલ્મની સિનેમેટોગ્રાફી તમને ફિલ્મ જોવા માટે મજબૂર કરશે. આતંકીના રોલમાં કરણ કાપડિયાએ સારો રોલ નિભાવ્યો છે. ફિલ્મમાં ઇશિતા દત્તાએ એક્ટિંગ જોરદાર છે. હું આ ફિલ્મને ૩ સ્ટાર આપીશ.
ગાર્ગી પાંડે, સાબરમતી

ફિલ્મનો સેકન્ડ હાફ તમને થોડો ધીમો લાગશે, કારણ કે સેકન્ડ હાફમાં ધીરે-ધીરે સસ્પેન્સ સામે આવે છે. ફિલ્મના અંતમાં અક્ષયે તેની ભૂમિકા બહુ સારી રીતે નિભાવી છે. હું આ ફિલ્મને ૩.૫ સ્ટાર આપીશ.
અનન્યા ચૌધરી, સાઉથ બોપલ

બ્લૅન્કમાં ઇમોશનલ સીન, અમુક કન્ફ્યૂઝન કરે છે એને કારણે ફિલ્મ ધીરી ચાલે છે. ફિલ્મનો ક્લાઇમેક્સ પણ થોડો વધારે રસપ્રદ બનાવી શકાયો હોત.ફિલ્મમાં ઘણાં સસ્પેન્સ છે. ફિલ્મ જોવાની મજા આવશે. હું આ ફિલ્મને ૩ સ્ટાર આપીશ.
સંધિ અજલાન, વેજલપુર

ફિલ્મનું ડિરેક્શન અને કેમેરા વર્ક સારું છે.સની દેઓલની એક્ટિંગ તેમજ કરણ
કાપડિયાએ પાવર પેક એકટિંગ કરી છે ફિલ્મ લાંબી છે પણ કંટાળો નહીં આવે હું આ ફિલ્મને ૩ સ્ટાર આપીશ.
સહદ મન્સૂરી, સરખેજ

You might also like