વસ્ત્રાલથી RTO સુધીના રસ્તા પર એક અઠવાડિયાથી અંધારપટ

અમદાવાદ: શહેરના પૂર્વ વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી રસ્તા-પાણી અને ગટરના વિવિધ પ્રશ્ન લોકોને સતાવી રહ્યા છે, જેથી લોકો આ બાબતની ફ‌િરયાદ ઓનલાઇન કરે છે અથવા તો કોર્પોરેશનમાં જાય છે. કોર્પોરેશનમાં સ્ટ્રીટલાઈટ બંધ હોવાની ફ‌િરયાદોનો ઢગલો જોવા મળી રહ્યો છે ત્યારે વસ્ત્રાલથી આરટીઓ સુધીની બધી સ્ટ્રીટલાઈટ બંધ જોવા મળે છે. બંધ સ્ટ્રીટલાઈટને લઈને તંત્ર ‘આંખ આડા કાન’ કરી રહ્યું હોય તેમ જોવા મળે છે. આથી તંત્ર દ્વારા સ્ટ્રીટલાઈટ તાત્કા‌િલક ચાલુ થાય તેવી લોકોમાં માગ ઊઠી છે.

રા‌િત્રના અંધકારમાં શહેરમાં પ્રકાશ ફેલાવી શકાય અને શહેરને ઝળહળતું કરી શકાય તેવા ઉમદા હેતુથી શહેરના વિવિધ વિસ્તારમાં સ્ટ્રીટલાઈટ તેમજ ઊંચા ટાવર ઊભા કરવામાં આવ્યા છે, જેથી શરૂઆતમાં લગભગ તમામ સ્ટ્રીટલાઈટ ઝળહળતી જોવા મળી રહી હતી, પરંતુ સ્ટ્રીટલાઈટ નાખી દીધા બાદ અનેક વિસ્તારમાં સ્ટ્રીટલાઈટની પૂરતી દેખરેખ રાખવામાં નહીં આવતાં અનેક જગ્યાએ હાલમાં પણ સ્ટ્રીટલાઈટ બંધ હાલતમાં જોવા મળી રહી છે અને તાજેતરમાં શહેરમાં વસ્ત્રાલથી આરટીઓ સુધીની સ્ટ્રીટલાઈટ બંધ થઇ ગઈ છે, જેથી રા‌િત્રના સમયમાં અંધકાર છવાઈ જાય છે.

આથી અંધકાર વહેલી તકે ઉલેચવામાં આવે અને સ્ટ્રીટલાઈટ ચાલુ થાય તે માટે લોકો દ્વારા ઓનલાઇન ફરિયાદ કરવામાં આવી છે. લોકોને બંધ સ્ટ્રીટલાઈટના કારણે રા‌િત્રના સમયે અકસ્માત અને કોઈ ગંભીર બનાવ બનવાનો ભય પણ સેવાઈ રહ્યો છે. તંત્રની બેદરકારીના કારણે સ્ટ્રીટલાઈટ શોભાના ગાં‌િઠયા સમાન જોવા મળી રહી છે.

એક તરફ આ વિસ્તારમાં મેટ્રોનું કામ ચાલી રહ્યું છે અને બીજી તરફ સાંકડા રોડ અને રાતના સમયે સ્ટ્રીટ લાઈટ બંધ રહેતી હોય છે. તેથી અવરજવર કરતા વાહનચાલકો તેમજ સિનિયર ‌િસટીઝનો, બાળકો-મહિલાઓને રાતના સમયે અહીંથી પસાર થતાં પરેશાન થવું પડે છે અને તેઓ એક પ્રકારનો અસલામતીનો માહોલ પણ અનુભવી રહ્યા છે. આથી બંધ હાલતમાં જોવા મળી રહેલી સ્ટ્રીટલાઈટ વહેલી તકે ચાલુ થાય જોઈએ તેવી લોકમાગણી ઊઠવા પામી છે.

You might also like