સલમાન ખાનની જામીન અરજી પર આવતી કાલે આવશે ચુકાદો, આજની રાત પણ જેલમાં રહેશે

સલમાન ખાનનાં જામીન અંગે કોર્ટ સુનાવણી હાથ ધરવામાં આવી છે. સલમાન ખાનની જામીન અરજી પર આવતી કાલે ચુકાદો આવશે.સલમાન ખાનની જામીન અરજી પર સુનાવણી પૂર્ણ કરવામાં આવી હતી. આજની રાત પણ સલમાન ખાનને જેલમાં વિતાવી પડશે. સલમાનની જમાનતના મામલે કોર્ટમાં દલીલો પૂર્ણ થઇ ગઇ છે. સલમાનની જામીન પર દોઢ કલાક સુધી કોર્ટમાં દલીલો ચાલી.

સલમાન ખાનના વકીલોનો કોર્ટમાં દાવો કર્યો કે કેસ છોડવા ધમકી મળી રહી છે. સલમાન ખાનની બહેનો પણ કોર્ટમાં હાજર રહી.આ અગાઉ સલમાનના વકીલ અને તેના બોડીગાર્ડ શેરાએ સલમાન ખાન સાથે જેલમાં મુલાકાત કરી હતી.

સલમાન ખાન કાળિયાર હરણ શિકાર મામલે 5 વર્ષની જેલની સજાની પ્રથમ રાત જોધપુર સેન્ટ્રલ જેલમાં વિતાવી હતી. બોલિવુડ અભિનેતા સલમાન ખાનને પાંચ વર્ષની સજા રૂપે જેલમાં મોકલવામાં આવ્યો છે. સલમાન ખાને જોધપુરની જેલમાં કાલે પ્રથમ રાત બિતાવી છે. રાજસ્થાનમાં જોધપુરમાં કાંકણી ગામમાં 1998માં કાળા હરણ શિકાર કેસમાં ગઇકાલે જોધપુરની સીજીએમ ગ્રામીણ કોર્ટે સલમાનને પાંચ વર્ષની સજા સંભળાવી હતી.

સલમાન ખાનને જોધપુર સેન્ટ્રલ જેલમાં બેરેક નંબર-2માં મોકલી દીધો હતો. જ્યાં સલમાન ખાનને કેદી નં-106 ફાળવી દેવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે હવે સલમાનને જેલનો પોષાક પણ ફાળવી દેવામાં આવ્યો હતો.

You might also like