શું તમે જાણો છો ખરાબ નજરથી બચવા માટે કેમ બાંધે છે કાળો દોરો

સામાન્ય રીતે આપણે લોકો ખરાબ નજરથી બચવા માટે કાળા દોરાનો ઉપયોગ કરે છે. બાળપણથી જ દાદી અને નાનીની શિખામણને નિભાવતા કાળો દોરો લોકો બાંધે છે, પરંતુ શું તમે જાણો છો કે લોકો કાળો દોરો કેમ બાંધે છે.

કાળો દોરો પહેરવો અથવા કાળો ટીકો લગાવવાની પરંપરા પ્રાચીન કાળથી ચાલતી આવે છે, કેટલાક લોકો આને અંધવિશ્વાસથી વધારે કશું માનતા નથી. સામાન્ય સમજણ રીતે કાળો રંગ, નજર લગાડવા વાળાને એકાગ્રતાને ભંગ કરી દે છે. આ કારણે નકારાત્મક ઉર્જા સંબંધિત વ્યક્તિને પ્રભાવિત કરી શકતી નથી.

કાળા દોરા બાંધવા પાછળ એક વૈજ્ઞાનિક કારણ પણ છે. આપણું શરીર પાંચ તત્વો સાથે મળીને બનેલું છે. આ પાંચ તત્વો પૃથ્વી, વાયુ, અગ્નિ, જળ અને આકાશ. એમાંથી મળતી ઉર્જા જ આપણા શરીરનું સંચાલન કરે છે. એમાંથી મળતી ઉર્જામાંથી જ આપણી બધી સુવિધાઓ પ્રાપ્ત કરીએ છીએ. જ્યારે કોઇ માણસની ખરાબ નજર આપણી સુવિધાઓ પર લાગે છે ત્યારે આ પાંચ તત્વો માંથી મળનારી સંબંધિત સકારાત્મક ઊર્જા આપણા સુંધી પહોંચી શકતી નથી. એટલા માટે ગળામાં કાલો દોરો બાંધવામાં આવે છે.

જો આપણે ખરાબ નજરથી બચવા માટે કાળો દોરો બાંધવાનો પ્રયોગ કરીએ છીએ તો તેની વૈજ્ઞાનિક માન્યતા એવી છે કે કાળો રંગ ઉષ્માનો અવશોષક હોય છે. એવું માનવામાં આવે છે કે કાળો દારો ખરાબ નજર અને ખરાબ ઉર્જાને અવશોષિત કરે છે અને તેનો પ્રબાવ આપણા પર પડવા દેતો નથી.

You might also like