બ્લેક રાસબેરી ધરાવે છે સૌથી વધુ સ્વાસ્થ્ય લાભ

તાજેતરમાં જ કરવામાં આવેલા એક અભ્યાસ અનુસાર યુરોપમાં મળતી બ્લેક રાસબેરી સ્વાસ્થ્ય માટે ઉત્તમ છે. વૈજ્ઞાનિકોને અનુસાર બ્લેક રાસબેરી તમામ અનેકગણા સ્વાસ્થ્ય લાભ ધરાવે છે. સ્વાભાવિક છે કે રંગબેરંગી બેરી ફળો હેલ્ધી ફૂડની કેટેગરીમાં એન્ટિ ઓક્સિડેન્ટથી ભરપૂર હોવાનું માનવામાં આવે છે.

બ્લેક રાસબેરી અનેક પ્રકારના રોગોમાં ઔષધીય લાભ આપે છે. આર્થારાઇટિસ, સ્ટ્રોક, કેન્સર, હૃદય રોગ તેમજ શ્વસન તંત્રને લગતા રોગોમાં આ ખુબ જ ફાયદાકારક છે. અન્ય બેરીફળોની સરખામણીમાં બ્લેક રાસબેરીમાં ત્રણગણા વધારે એન્ટિ-ઓક્સિડેન્ટ હોય છે. તે શરીરના ફ્રી કોષોનું ઓક્ટિડન્ટ અટકાવીને એજિંગ-પ્રોસેસને ધીમી કરી દે છે. બ્લેક રાસબેરીમાં ફેનોલિક્સ તરીકે જાણીતાં કેમિકલ્સ સમુહ અન્ય બેરિઝની સરખાણીમાં 1000 ટકા વધારે હોવાનું માનવામાં આવે છે.

You might also like