કાળું નાણું જાહેર નહીં કરાય તો ૧૩૭ ટકા ટેક્સ પેનલ્ટી

નવી દિલ્હી: વડા પ્રધાન ગરીબ કલ્યાણ યોજના (પીએમજીકેવાય) હેઠળ કાળું નાણું જાહેર કરવાની આખરી તારીખ ૩૧ માર્ચ છે. આ સંદર્ભમાં ઇન્કમટેક્સ વિભાગે કાળાં નાણાંધારકોને એવી ચેતવણી આપી છે કે જો તેઓ યોજના હેઠળ કાળાં નાણાંની જાહેરાત નહીં કરે તો તેમના પર ૧૩૭ ટકા ટેક્સ ફટકારવામાં આવશે. તેમને ચેતવણી આપવામાં આવી છે કે તેઓ આ યોજના હેઠળ કાં તો કાળું નાણું જાહેર કરે અથવા બેનામી સંપત્તિ કાયદા હેઠળ કાર્યવાહી માટે તૈયાર રહે.

ઇન્કમટેક્સ વિભાગે એવું પણ જણાવ્યું છે કે કાળાં નાણાંની જાહેરાત નહીં કરનાર ડિફોલ્ટર્સના નામ બીજી કેન્દ્રીય તપાસ એજન્સીઓને પણ આપવામાં આવશે અને આવા લોકો પર ૧૩૭ ટકા સુધી ટેક્સ કે પેનલ્ટી ફટકારવામાં આવશે. ઇન્કમટેક્સના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે કાળું નાણું જાહેર કરવાની અને ઇન્કમટેક્સની કાર્યવાહીથી બચવાની આ છેલ્લી તક છે. સ્કીમ બંધ થયા બાદ અઘોષિત રકમ બેન્ક ખાતામાં જમા કરાવનાર લોકો સામે કડકમાં કડક કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
http://sambhaavnews.com/

You might also like